Connect with us

Botad

ઢસા ગામની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં નામ રોશન કર્યું ; કારગિલના હીરો કેપ્ટન વિશે અંગ્રેજીમાં નિબંધ લખ્યો

Published

on

the-vision-of-dhasa-village-made-the-name-bright-throughout-the-country-wrote-essay-in-english-on-hero-captain-of-kargil

રઘુવીર મકવાણા

  • સમગ્ર રાષ્ટ્ર લેવલની નિબંધ સ્પર્ધા યોજાઈ હતી જેમાં ઢસા ગામે ધો 10માં અભ્યાસ કરતી દ્રષ્ટિએ બાજી મારી, 26 જાન્યુઆરી પ્રજાસત્તાક પર્વે દિલ્લી ખાતે વડાપ્રધાનના હસ્તે દ્રષ્ટિને સન્માનિત કરાશે

પોતામાં રહેલી સિદ્ધિઓ અને આવડત ને જ્યારે જોવામાં આવે તોજ ખબર પડે આવું જ કંઈક ઢસા ગામની દિકરી દ્રષ્ટિ વિજયભાઈ કારીયાણી એ કરી બતાવ્યું છે. નાનકડા ઢસા ગામની વિઘાથીની દ્રષ્ટિએ કારગિલના હીરો કેપટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં નિબંધ લખી રાષ્ટ્રીય કક્ષાએ ગુજરાતનુ નામ રોશન કર્યું રક્ષા મંત્રાલય અને શિક્ષા મંત્રાલય દ્વારા વિરગાથા 2.0 પ્રોજેક્ટ અંતર્ગત વીર જવાનો ઉપર અલગ અલગ કલાઓ થી તેમની વીરગતિ ને વધાવવાની સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ.

the-vision-of-dhasa-village-made-the-name-bright-throughout-the-country-wrote-essay-in-english-on-hero-captain-of-kargil

જેમાં દેશભરમાંથી ધોરણ 9 અને 10 ના વિધાર્થીઓ એ પોતાની આવડત ને આકાર આપી નિબંધ, કવિતા, ચિત્રો, વીડિયો જેવા વિવિધ કલાકૃતિ દ્વારા ભાગ લીધેલ. જેમાં ગઢડા તાલુકાના ઢસાની ધો. ૧૦ મા અભ્યાસ કરતી દ્રષ્ટિએ કારગિલના હીરો કેપટન વિક્રમ બત્રા વિશે અંગ્રેજીમાં નિબંધ લખી સમગ્ર રાષ્ટ્રમાં નિબંધ સ્પર્ધામાં ગુજરાતના બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઢસા ગામની દ્રષ્ટિ વિજયી બની છે.

the-vision-of-dhasa-village-made-the-name-bright-throughout-the-country-wrote-essay-in-english-on-hero-captain-of-kargil

ગઢડા તાલુકાના ઢસા ગામની આર.જે.એચ હાઇસ્કુલ માં અભ્યાસ કરતી ધોરણ ૧૦ ની વિદ્યાર્થીની કારીયાણી દ્રષ્ટિ વિજયભાઈ એ રાષ્ટ્ર કક્ષાએ ક્રમાંક મેળવી ઢસા ગામનું અને ગુજરાત રાજ્યનું નામ રોશન કર્યું હતું. જયારે દ્રષ્ટિ ને આગામી ૨૬ મી જાન્યુઆરી ના રોજ પ્રજાસત્તાક દિવસની ઉજવણી ના દિવસે રક્ષા મંત્રલાય દ્વારા દ્રષ્ટિનું સન્માન કરી ને રોકડ પુરસ્કાર રૂપે ૧૦૦૦૦/ આપવામાં આવશે. ત્યારે ઢસા શાળા પરિવાર અને વિઘાથીની ના પરીવાર અને ઢસા ગ્રામજનો દ્વારા શુભકામનાઓ પાઠવી ને અભિનંદન આપી રહ્યા છે ત્યારે રાષ્ટ્રીય લેવલે વિજય થયેલ દ્રષ્ટિએ પોતાના શાળાના શિક્ષકો અને પરિવારને યશ આપ્યો હતો

Continue Reading
Advertisement
error: Content is protected !!