Botad
સાળંગપુર મંદિરના ભીંતચિત્રો હટાવવામાં નહી આવે તો 3000 સંતો ઉપવાસ પર બેસીને કૃતિઓ દૂર કરશે
કુવાડીયા
- બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત મહા મંડલેશ્વર આશુતોષ ગીરીબાપુનો તિખારો
સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે જે પ્રમાણે ભીત ચિત્રોને વિવાદ ચાલી રહ્યો છે તેને લઇ બરવાળા તાલુકાના ભીમનાથ મહાદેવના મહંત મહામંડલેશ્વર એવા આશુતોષ ગીરીબાપુ દ્વારા એક નિવેદન આપવામાં આવ્યું છે જેમાં જે અભિત ચિત્રો છે તે વહેલી તકે મંદિર વિભાગ દ્વારા હટાવી લેવામાં આવે. નહીંતર આગામી દિવસોમાં જરૂર પડે તો 5000 જેટલા સાધુ સંતો હનુમાનજી મંદિર ખાતે ઉપવાસ પર બેસી અને આ ભીંતચિત્રો હટાવાની કામગીરી કરશે. સુપ્રસિધ્ધિ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે છેલ્લા ઘણા સમયથી જે 54 ફૂટની પ્રતિમા મૂકવામાં આવેલ છે. તેની નીચે જે ચિત્ર મૂકવામાં આવ્યા છે તેને લઈ કંઈક ભારે વિવાદ સર્જાયો છે . આ મુદ્દે સાધુ સંતો માં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે. પરંતુ સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આ ભિતચિત્રો નહીં હટાવવામાં આવે તે પ્રમાણેના નિવેદનો પણ સ્વામીનારાયણ સંપ્રદાય તરફથી આવી રહ્યા છે. ત્યારે આ નિવેદનને લઈ સાધુ સંતોમાં પણ ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકાનું ભીમનાથ મહાદેવ મંદિર જે પાંડવકાલીન મહાદેવ મંદિર છે ત્યારે અહીંના મહંત એવા મહામંડલેશ્વર આશુતોષગીરી બાપુ દ્વારા મીડિયા ને નિવેદન આપવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા જે આ ભીતચિત્ર બનાવવામાં આવ્યા છે તે વહેલી તકે હટાવી લેવામાં આવે આ ચિત્રો યોગ્ય નથી .તેમ જ આગામી દિવસોમાં આ મામલે લીબડી ખાતે 100 જેટલા સાધુ સંતોની એક બેઠક યોજવાની છે. ત્યારબાદ ભીમનાથ મહાદેવ મંદિર ખાતે 3,000 જેટલા સાધુ સંતોનું અધિવેશન પણ મળશે. તેમજ જરૂર પડે તો કોર્ટના દરવાજા પણ ખખડાવવામાં આવશે. અને તેમ છતાં પણ જો મંદિર વિભાગ દ્વારા આભે ચિત્રો નહીં હટાવવામાં આવે તો જરૂરું પડશે તો 3000 જેટલા સાધુ સંતો સારંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિર ખાતે પહોંચશે ઉપવાસ આંદોલન પણ કરશુ અને તેમ છતાં પણ જો ચિત્રો હટાવવામાં નહિ આવે તો સાધુ સંતો દ્વારા જાતે આ ભિત ચિત્રો હટાવી લેશું તેવું તેમને અહીંયા નિવેદન આપ્યું છે. એટલે કે ચોક્કસ મહામંડલેશ્વર ગીરીબાપુમાં પણ ભારે રોષજોવા મળ્યો હતો.અને તેમણે જણાવાયું હતું કે આ ભીત ચિત્રો હટાવવામ નહિ આવે તો સનાતન ધર્મ સંતો જરૂરું પડશે તો શાસ્ત્રો અને શસ્ત્રોનો ઉપયોગ કરશું.