Botad
હું સ્વામિનારાયણ ધર્મનો વિરોધી નથી તેમની..’, : સાળંગપુરમાં ભીંતચિત્ર પર કલર કરનાર હર્ષદ ગઢવી જેલમુક્ત બાદ નિવેદન
પવાર – બુધેલીયા
- સાળંગપુરમાં ભીંતચિત્ર પર કલર કરનાર હર્ષદ ગઢવી જેલમુક્ત ; જેલમુક્ત થયેલા હર્ષદ ગઢવીએ આંદોલન કરવાની ઉચ્ચારી ચીમકી : સ્વામિનારાયણ સંપ્રદાય નહી, તેમની પ્રવૃત્તિનો વિરોધી છું : હર્ષદ ગઢવી
સાળંગપુરમાં ભીંતચિત્ર પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવીને જેલમુક્ત કરાયો છે, તેમણે કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય નહી, તેમની પ્રવૃત્તિનો વિરોધી છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ દિવસેને દિવસે ઉગ્ર બનતો જાય છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાળંગપુર મંદિર ખાતે હર્ષદ ગઢવી નામના હનુમાન ભક્ત દ્વારા હનુમાનજીની વિશ્વ વિખ્યાત ‘કિંગ ઓફ સાળંગપુર’ પ્રતિમાની નીચે લગાવવામાં આવેલા ભીંતચિત્રો પર કાળો રંગ લગાવવામાં આવ્યો હતો, સાથે જ તોડફોડ કરવામાં આવી હતી.
જે મુદ્દે પોલીસે તેની અટકાયત કરી હતી.જે કાળો રંગ લગાવનાર હર્ષદ ગઢવીને જેલમુક્ત કરાયો છે. સાળંગપુરમાં ભીંતચિત્ર પર કાળો કલર કરનાર હર્ષદ ગઢવીને જેલમુક્ત કરાયો છે. જેલમુક્ત થયેલા હર્ષદ ગઢવીએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારી છે. હર્ષદ ગઢવીએ કહ્યું કે, સ્વામિનારાયણ સંપ્રદાય નહી, તેમની પ્રવૃત્તિનો વિરોધી છું. સનાતન ધર્મના સંતોની રજૂઆત બાદ પણ ચિત્રો ન હટાવાયા. હનુમાનજીનું અપમાન જોય બાદ ગુસ્સો આવતા આ કામ કર્યુ છે, સનાતન ધર્મના સાધુ સંતોને મળીને આગળનું પગલુ ભરીશ. ભીંતચિત્ર નહી હટાવાય તો ઉપવાસ આંદોલન કરીશ.