Botad
સાળંગપુર ધામ બાદ વધુ એક વિવાદ : હનુમાન દાદા નિલકંઠવર્ણીને ફળ અર્પણ કરતાં હોય તેવી મૂર્તિના દર્શન.

કુવાડીયા
વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી દાદાનું અપમાન :બોટાદના કુંડળ સ્વામિ નારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ
સાળંગપુર ધામ ખાતે છેલ્લા ઘણા દિવસોથી મંદિરમાં બનાવેલી હનુમાનજીની મૂર્તિની નીચે લાગેલા ભીંતચિત્રને કારણે ભક્તોની લાગણી દુભાણી છે.આ વિવાદિત ભીંતચિત્રમાં હનુમાનજીને સહજાનંદ સ્વામીનાં દાસ તરીકે દર્શાવવામાં આવ્યા છે. જોકે આ વિવાદની વચ્ચે વધુ એક સ્વામિનારાયણ મંદિરમાં હનુમાનજી દાદાનું અપમાન થયું હોય તેવા દૃશ્યો સામે આવ્યા છે. બોટાદના કુંડળ સ્વામિનારાયણ મંદિર પરિસરમાં હનુમાનજીની મૂર્તિ મુકાઈ છે. આ મૂર્તિમાં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાતા ફરી એકવાર વિવાદ ઊભો થયો છે. યાત્રાધામ સાળંગપુર ખાતે હનુમાનજીની વિશાળ કદની પ્રતિમાના નીચે ભીંતચિત્રોને લઇને વિવાદ સર્જાયો છે.એક ભીંતચિત્રમાં હનુમાનજી સ્વામિનારાયણને બે હાથ જોડી વંદન કરતા દર્શાવાયા છે.
આ સાથે હનુમાનજીને કપાળે જે તિલક બનાવાયું છે તેને લઇને પણ ભારે ચર્ચાઓ જાગી છે. સ્વામિનારાયણ મંદિર કુંડળધામમાં મુકવામાં આવેલ હનુમાનજીની મૂર્તિને લઈ ફરી એક નવી અપડેટ સામે આવી છે. વિગતો અહીં હનુમાનજી સ્વામિનારાયણ સંપ્રદાયના સાધુ નિલકંઠવર્ણીને ફળાહાર અર્પણ કરતા દર્શાવાયા છે. કુંડળધામ સ્વામિનારાયણ મંદિરના પરિસરમાં પાર્કિંગ પાસેના નદીના પુલ પાસે બનાવાયેલા બગીચામાં આ પ્રકારે ઉલ્લેખ સાથેની મૂર્તિ મૂકવામાં આવી છે. જેને લઈને પણ લોકોની લાગણી દુભાઈ છે. આ તરફ ધાર્મિક વિવાદ દરમિયાન વડોદરાથી સનાતન સંત સમિતિના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉ. જ્યોતિર્નાથ બાબાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું છે કે, વર્ષોથી હિન્દુ દેવતાઓ એટલે કે સનાતન ધર્મના ચિન્હો અને ભગવાનોના અપમાન થતાં રહ્યા છે. સાળંગપુરમાં 4 મહિના પહેલા હનુમાનજીની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી અને તે મૂર્તિની તકતી પર હનુમાનજીને સહજાનંદ સ્વામી કે સહજાનંદ સ્વામીના માતા-પિતાના દાસ બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે. ત્રેતાયુગના જે હનુમાનજી છે. તે હનુમાનજી ભગવાન શંકરના પુત્ર છે. જે અગિયારમું રુદ્ર છે, તેમનું અપમાન થતું હોય ત્યારે સનાતન સંત સમિતિ અને બીજા સંતો એકત્ર થયા છે અને રામાનુજ વિરક્ત મંડળ પણ એકત્ર થયું છે અને હવે લડી લેવાના મૂડમાં છીએ.