Botad
આકરાપાણીએ ; હનુમાનજી ભીંતચિત્ર વિવાદ : આવતીકાલે વડોદરાથી રાજ્યવ્યાપી આંદોલનનું એલાન, ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજ મેદાનમાં

કુવાડીયા
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રનો વિવાદ ઉગ્ર બન્યો, ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજનું આંદોલન નું એલાન, કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરશે
સાળંગપુરમાં હનુમાનજીના ભીંતચિત્રોને લઈને સર્જાયેલા વિવાદને લઈને ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે કહ્યું કે, કલેક્ટર, રાજ્યપાલ, મુખ્યમંત્રીને આવેદન આપી આંદોલનની શરૂઆત થશે. ગુજરાતમાં વર્તમાન સમયમાં સાળંગપુર મંદિર ખાતે ભીંતચિત્રોનો વિવાદ વધુ ઉગ્ર બન્યો છે. સાળંગપુર કષ્ટભંજન હનુમાન મંદિરમાં 54 ફૂટ મૂર્તિ નીચે હનુમાનજીના ભીંતચિત્રોને કારણે વિવાદ સર્જાયો છે. આ ભીંતચિત્રો હટાવી દેવાની માંગણી કરવામાં આવી રહી છે. જો આ ભીંતચિત્રો નહીં હટે તો અનેક વિરોધ કાર્યક્રમો યોજાય તેવી પણ ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આ વચ્ચે હવે ધર્મ ગુરુ જ્યોતિર્નાથ મહારાજે આંદોલનનું એલાન કર્યું છે.
રાજ્યપાલ અને મુખ્યમંત્રીને પણ આપશે આવેદન
ધર્મગુરુ જ્યોતિર્નાથ મહારાજે જણાવ્યું છે કે, વડોદરાથી આંદોલન શરૂ થશે, આવતીકાલે કલેક્ટરને આવેદનપત્ર આપી આંદોલનની શરૂઆત કરવામાં આવશે. જે બાદ તમામ કલેક્ટરો, રાજ્યપાલ આચાર્ય દેવવ્રત અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને આવેદન પત્ર આપવામાં આવશે.
હાઇકોર્ટમાં પણ પિટિશન કરવામાં આવશેઃ જ્યોતિર્નાથ મહારાજ
તેઓએ કહ્યું છે કે, તંત્ર દ્વારા યોગ્ય કાર્યવાહી કરવામાં નહીં આવે તો સંતો અને ભક્તો સાળંગપુર કૂચ કરશે. સ્વામિનારાયણ સંપ્રદાયના વિવાદાસ્પદ 175 પુરાવા એકત્રિત કરવામાં આવ્યા છે. આ મામલે હાઈકોર્ટમાં પણ અરજી કરવામાં આવશે.