Connect with us

Bhavnagar

ભાવનગરમાં હત્યાનો બદલો લેવા યુવાનની હત્યા

Published

on

in-bhavnagar-a-young-laborer-was-killed-by-a-sharp-edged-weapon

પવાર

  • મજુર યુવકને બે શખ્સે તલવાર અને ધારીયાથી વેંતરી નાંખ્યો : ભુરા અને શૈલેષ સામે ગુના

ભાવનગર શહેરમાં તલવાર અને ધારિયાના ઘા ઝીકી યુવાનની કરપીણ હત્યાના બનાવ માં પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા છે. દોઢ માસ પહેલા થયેલા ખૂન ના બનાવ ની અદાવત રાખી ગઈકાલે બપોરે યુવાનની હત્યા થઈ હોવાની પોલીસ તપાસમાં ખુલવા પામ્યું છે. ખૂન ના આ બનાવની પ્રાપ્ત થતી માહિતી મુજબ સુભાષનગર શહેર ફરતી સડક લક્ષ્મીસોસાયટી ની સામે પ્લોટનં 2349/અ માં રહેતા અને મજૂરી કામ કરતા નવીનભાઈ ખોડાભાઈ ખસિયા ઉ.વ.35 ઉપર ગઈકાલે બપોરના સમયે બે શખ્સો એ તલવાર અને ધારીયા જેવા તિક્ષ્ણ હથિયાર ના ઉપરા છાપરી ઘા ઝીકી જીવલેણ હુમલો કરી નાસી છૂટયા હતા.

in-bhavnagar-a-young-laborer-was-killed-by-a-sharp-edged-weapon

ગંભીર રીતે ઘવાયેલા નવીનભાઈને લોહિયાળ હાલતે 108 ઈમરજન્સી દ્વારા સર.ટી.હોસ્પિટલમાં ખસેડાયેલ જ્યાં થોડી જ વારમાં તેનું મોત નીપજતા બનાવ હત્યામાં પરિણમ્યો હતો. આ બનાવની જાણ થતા જ બી ડિવિઝન પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને તપાસ હાથ ધરી હતી. હત્યાના આ બનાવ અંગે મૃતક નવીનભાઈ ના ભાભી સંગીતાબેન અજયભાઈ ખસિયા એ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ધવલ ઉર્ફે ભૂરો પંડ્યા અને શૈલેષ વાજા નામના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદમાં જણાવ્યું છે કે દોઢ માસ પહેલા રૂવા ગામે થયેલ માથાકૂટમાં રવિ ઉદયસંગ નામના યુવાન ની હત્યા થઈ હતી. આ બનાવની દાઝ રાખી મૃતક ઉદયના મિત્ર ધવલ ઉર્ફે ભૂરો પંડ્યા અને શૈલેષ વાજા એ તેના દિયર ઉપર જીવલેણ હુમલો કરી હત્યા કરી છે.આ બનાવ અંગે બી ડિવિઝન પોલીસે ગુનો નોંધી વધુ તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર કે. એસ. પટેલ ચલાવી રહ્યા છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!