Connect with us

Bhavnagar

ભાવનગર અને બોટાદમાં 21-22 સપ્ટેમ્બરે યોજાશે સાંસદ ખેલ મહોત્સવ, કેન્દ્રીય મંત્રી ડો.મનસુખ માંડવીયાએ આપી માહિતી

Published

on

MP Khel Mahotsav will be held in Bhavnagar and Botad on September 21-22, Union Minister Dr. Mansukh Mandaviya informed.

પવાર

ભાવનગર લોકસભા બેઠક પર આગામી તા.21 સપ્ટેમ્બરના રોજથી પ્રારંભ થઇ રહેલા સાંસદ ખેલ મહોત્સવ અંતર્ગત જાણકારી આપવા કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આજે 8 સપ્ટેમ્બરે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસવાર્તા યોજી હતી. સાંસદો અને ભારતીય જનતા પાર્ટી સીધી જનતા સાથે વધુ સારી રીતે જોડાય તેવા વડાપ્રધાનના ઉદ્દેશ્ય સાથે સાંસદ ખેલ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે.

ત્યારે આ વર્ષે પણ સાંસદ ખેલ મહોત્સવ 2023નું થનાર આયોજન અંગે કેન્દ્રીયમંત્રી મનસુખ માંડવીયાએ આજે ભાવનગર સર્કિટ હાઉસ ખાતે એક પ્રેસવાર્તા યોજી આ અંગેની જાણકારી આપી હતી. આગામી 21 અને 22 સપ્ટેમ્બરના રોજ સાંસદ ખેલ મહોત્સવનો ભાવનગર – બોટાદ જિલ્લા એટલે ભાવનગર લોકસભા બેઠક પરના શક્તિ કેન્દ્રો પર પ્રારંભ થશે. 14 જેટલી રમતો આ ખેલ મહોત્સવમાં રમાશે, જેમાં કબ્બડી,ખોખો,50 મીટર અને 100 મીટર દોડ જેવી રમતો નો સમાવેશ કરવામાં આવ્યો છે. 15 વર્ષથી લઈને તેનાથી વધુ ઉંમરના તમામ લોકો આમાં ભાગ લઈ શકશે.

MP Khel Mahotsav will be held in Bhavnagar and Botad on September 21-22, Union Minister Dr. Mansukh Mandaviya informed.

ચાર ભાગમાં વિભાજન કરવામાં આવ્યું છે. જેમાં 15 થી 20 વર્ષના લોકો,21 થી 35 વર્ષના લોકો,36 થી 50 અને 51 થી વધુ ઉંમરના લોકો ભાગ લઈ શકશે. ભાવનગર લોકસભા બેઠક પરના 528 શક્તિ કેન્દ્રો પર આ સાંસદ ખેલ મહોત્સવનો પ્રારંભ થશે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ શક્તિ કેન્દ્રો પર લોકોનું રજીસ્ટ્રેશન કરશે તેમજ પોતાનું પણ રજીસ્ટ્રેશન કરાવશે. સ્પર્ધામાં ભાગ લેવા ઓનલાઇન રજીસ્ટ્રેશન અને ઑફલાઈન બંને રીતે રજીસ્ટ્રેશન કરાવી શકશે.જેમાં એક લિંક શેર કરવામાં આવશે જેનાથી લોકો ઓનલાઇન રજીસ્ટ્રેશન કરાવી શકશે.

જ્યારે શક્તિ કેન્દ્રો પર ઑફલાઈન રજીસ્ટ્રેશન પણ કરાવી શકશે. તા.21અને 22ની રમતોના વિજેતા તા.23 અને 24 ના રોજ તાલુકા કક્ષાએ સ્પર્ધામાં જોડાશે અને તા.29 અને 30 જિલ્લા કક્ષાની સ્પર્ધામાં ભાગ લેશે. રમતવીરોને પ્રોત્સાહિત કરવાના આ પ્રયાસમાં યુવાનો, વડીલો, મહિલાઓ પણ ભાગ લે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે. ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો આ ખેલ મહોત્સવને સામાજિક દાયિત્વ તરીકે સ્વીકાર કરી પોતાને અને સમાજને જોડે તેવી આશા વ્યક્ત કરી હતી.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!