Botad
ગઢડા તાલુકાના લાખણકા ગામે માસુમ બાળકો પર મોત મિત માંડી ને બેઠું છે ; તંત્ર કે અધિકારી કોઈ મોટી દુર્ઘટનાની રાહમાં

રિયાલિટી ચેક
રઘુવીર મકવાણા
એક બાજુ સરકાર ભણશે ગુજરાત” ની વાતો થઈ રહી છે, પરંતુ ગઢડા તાલુકાના લાખણકા ગામની આંગણવાડીના આ દ્રશ્યો જોઈને કહી શકાય કે “આમાં કેવી રીતે ભણશે ગુજરાત” . લાખણકા ગામની આ આંગણવાડીની બાજુમાં જ મોત બનીને જર્જરિત હાલતમાં ઊભેલી પાણીની ટાંકી મોત બનીને માસુમો પર મંડરાઈ રહી છે,
હમણાં પડું પડું થઈ રહેલી આ પાણીની ટાંકી નીચે ભારતનું ભવિષ્ય ભણી રહ્યું છે અને તેમના પરિવારના સભ્યો સતત ચિંતિત છે, કારણ કે બિનઉપયોગી આ પાણીની જર્જરી ટાંકી ગમે ત્યારે આ આંગણવાડી પર પડી શકે છે, એવું નથી કે તંત્રને આ બાબતની ખ્યાલ નથી.
ગામ લોકો દ્વારા અનેકવાર લેખિત અને મૌખિક રજૂઆતો કરવામાં આવી છે, પરંતુ તંત્ર જાણે કે કોઈ મોટી દુર્ઘટના થવાની રાહ જોઈ રહ્યુ હોય તેવું લાગે છે. હજુ મોરબીના ઝુલતા પુલની હોનારત ભુલાઈ નથી ત્યારે આ આંગણવાડીમાં અસંખ્ય માસુમ બાળકો અભ્યાસ કરી રહ્યા છે તેની ચિંતા તંત્રને કેમ નથી ?. છેલ્લા દસ પંદર વર્ષથી આ પાણીની ટાંકી બનાવવામાં આવી છે અને તેમાં પણ ભ્રષ્ટાચાર થઈ ગયો હોવાથી લાખો રૂપિયા ના ખર્ચે બનાવેલી પાણીની ટાંકી ક્યારે પણ ઉપયોગમાં આવી નથી. ઉપયોગમાં તો આવે તેમ છે.
જ નહીં ,પરંતુ તે ક્યાંક મોટી જાનહાનિકે નુકસાન ન પહોંચાડે તેની લોકોને ચિંતા છે. સ્થાનિક લોકોએ આ અંગે અનેક વાર તંત્રને રજૂઆત કરી છે. પરંતુ તંત્ર દ્વારા આ પાણીની ટાંકીને ઉતારી લેવા માટેના કોઈપણ કામગીરી કરાવી નથી ત્યારે ગામ લોકોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.