Connect with us

Botad

ખજુરભાઈની સેવાની તોલે કોઈ ન શકે – 7 વર્ષથી બીમાર ગઢડાના આશાબેન ની વ્હારે પહોંચ્યા ખજુરભાઇ

Published

on

No one can compare to Khajurbhai's service - Khajurbhai reached Ashaben of Gadda, who has been ill for 7 years.

રઘુવીર મકવાણા

આપણા ગુજરાતમાં એક યુવાન વ્યક્તિ નીતિનભાઈ જાની કે જેઓ ગુજરાતમાં ખજૂર ભાઈ ના નામથી પ્રખ્યાત છે. નીતિન જાની એ હમણાં થોડા દિવસો પહેલા જ સગાઈ કરી લીધી છે. નીતિનભાઈ જાની રસ્તા ઉપર રખડતા ભટકતા અને ગુજરાતના છેવાડામાં રહેતા ગરીબ વ્યક્તિઓની મદદે પહોંચી જતા હોય છે અને તમામ નિરાધાર લોકોને તમામ સુવિધાઓ પૂરી પાડતા હોય છે.

No one can compare to Khajurbhai's service - Khajurbhai reached Ashaben of Gadda, who has been ill for 7 years.

ત્યારે ગઢડા શહેરમા રહેતી ૫૧ વર્ષ ના મહિલાની વ્હારે યૂટ્યૂબર ખજુરભાઈ આવ્યા હતા, આશાબેન શેખ નામની મહિલા છેલ્લા ૭ વર્ષથી માંદગીના ખાટલે છે જે ખજુરભાઈ ને ખબર પડતાં ગઢડા દોડીઆવી મહિલાને એર કુલર તેમજ એર ગાદલું આપી તેને મકાન બનાવવાની ખાત્રી આપી હતી જ્યારે ખજુરભાઈ ગઢડામાઆવ્યાના સમાચાર મળતા મોટી સંખ્યામાં ચાહકો ઉમટી પડ્યા હતા.

No one can compare to Khajurbhai's service - Khajurbhai reached Ashaben of Gadda, who has been ill for 7 years.

ગઢડા શહેરમાં આવેલ બોટાદના ઝાંપે વિસ્તારમાં આશાબેન શેખ કે જેઓ ૭ વર્ષ પહેલા પડીજતા તેને મણકા તુટી ગયેલ અને પેરેરીસ આવેલ જેથી તેઓ માંદગીની પથારીમાં હતા, આશાબેન પોતાના ખાટલા પર સાડીના લીરા કરી ને ઉપર બાંધી ને તે બેસતાં હતાં આમ સાત વર્ષથી હેરાન પરેશાન થઈ રહ્યા છે તેમજ તેમના માતા પિતા અને ભાઈ નું નિધન થતા હાલ તે એકલા જ રહેશે, આશાબેન પોતાના સગા સંબંધી તેમજ સંસ્થાઓ તેમજ આગેવાનો પાસે અનેકવાર મદદ માંગી હતી.

No one can compare to Khajurbhai's service - Khajurbhai reached Ashaben of Gadda, who has been ill for 7 years.

પરંતુ ક્યાંય થી મદદ મળી નહતી અને આખરે આશાબેને ખજુરભાઈ ને ફોન કરતા ખજુરભાઈ ગઢડા દોડી આવ્યા હતા અને તેણે આશાબેન ને એર કુલર,એર ગાદલું આપ્યું હતું અને આશાબેન ને જમાડિયા હતા અને તેને મકાન બનાવી દેવાની તેમજ તેમને સારવાર કરાવવાની ખાત્રી આપી હતી. ખજુરભાઈ એટલે કે નિતીન જાની ગઢડા આવ્યા છે તે સમાચાર મળતાની સાથે ખજુરભાઈ ના ચાહકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને સતત ત્રણ કલાક સુધી રસ્તા પર લોકોની ભીડ જોવા મળી હતી

Advertisement
error: Content is protected !!