Botad
મોદી સરકારે પુરી દ્રઢતાથી યાત્રાધામ વિકાસ કર્યો છે : અમિત શાહ
કુવાડિયા
આજે હનુમાન જયંતિ અને ભાજપના સ્થાપના દિનનો શુભ સમન્વય છે : ગૃહમંત્રી – કોંગ્રેસે દશકાઓ સુધી રામમંદિર પ્રશ્ન લટકાવી-ભટકાવી રાખ્યો, અદાલતી ચુકાદા આવતા જ વડાપ્રધાને ભવ્ય મંદિરનો શિલાન્યાસ કર્યો: સાળંગપુરમાં સંબોધન
કાશ્મીરમાં કલમ 370ની નાબુદી એ આ જ સરકારની હિંમત : લોહીની નદી વહેશે તેવું કહેનારા હવે ચૂપ છે ; સાળંગપુરમાં પરિવાર સાથે દર્શન- પૂજા કરતા ગૃહમંત્રી : અદ્યતન ભોજન શાળાનું લોકાર્પણ: અને કિંગ ઓફ સાળંગપુર હનુમાન પ્રતિમાનું પૂજન
આજે હનુમાન જયંતિ છે અને જોગાનુજોગ ભાજપનો સ્થાપના દિન પણ છે તે એક શુભ સંયોગ બની ગયો છે. કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમીત શાહે આજે સાળંગપુરમાં કષ્ટભંજક હનુમાન મહારાજના દર્શન કર્યા બાદ એક વિશાળ જનમેદનીને સંબોધન કરતા જણાવ્યું હતું કે 1980માં આજ દીને ભાજપની સ્થાપના કરવામાં આવી હતી તે સમયે મજાક થતી હતી કે ભાજપની બે જ બેઠક છે અને અમે બે અમારા બે ના સૂત્ર સાથે ભાજપની સરખામણી થઈ હતી પરંતુ દાદાની દયાથી આજે ભાજપ સંપૂર્ણ બહુમતીમાં છે અને દેશના મોટાભાગના રાજયોમાં ભાજપ સતા પર છે. આજે હનુમાન જયંતિના દિને પ્રસિદ્ધ યાત્રાધામમાં 54 ફુટ ઉંચી હનુમાન દાદાની પ્રતિમાનું પૂજન કર્યા બાદ શ્રી શાહે મંદિરમાં દર્શન કર્યા હતા.
શ્રી અમીત શાહે કહ્યું કે મોદી સરકારના આગમન બાદ દેશના યાત્રાધામોના વિકાસ માટે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી પુરી દ્રઢતાથી કામ કરી રહ્યા છે.કોંગ્રેસ પક્ષે રામમંદિર મુદો દશકાઓથી રમાડયો હતો લટકાવ્યો હતો અને અદાલતનો ચૂકાદો આવતા જ વડાપ્રધાનના હસ્તે રામમંદિરનું ભૂમિપૂજન થયું. કાશી કોરીડોરેથી પાવાગઢમાં શક્તિપીઠની સ્થાપના એ આ સંરચના સમયથી થઈ છે અને કાશ્મીરમાં કલમ 370ની નાબુદી પણ આ સરકારે કરી સૌ કહેતા હતા કે કાશ્મીરમાં કલમ 370 હટાવાશે તો લોહીની નદીઓ વહેશે પણ એક કાંકરી પણ ન ખરી રામમંદિર આગામી વર્ષે બનીને તૈયાર થઈ જશે. શ્રી શાહના આગમન પુર્વે જબરો બંદોબસ્ત લાદવામાં આવ્યો હતો. શ્રી શાહે પુરા પરિવાર સાથે કષ્ટભંજન દેવની પૂજા અર્ચના કરી હતી તથા અહી નિર્મિત વિશાળ આધુનિક ભોજનશાળાને પણ ખુલ્લી મુકી હતી તથા તેઓએ બાદમાં અહી સંતો-મહંતો સાથે ખાસ ગોષ્ટી પણ કરી હતી. અહીના ભવ્ય ભોજનના સમયે એકી સાથે 8000 લોકો ભોજન લઈ શકે તેવી વ્યવસ્થા છે.