Botad
બોટાદ રેલવે સ્ટેશન પર ટ્રેન વિકરાળ આગની ઝપેટમાં ; એક સાથે 3 ડબ્બા બળીને ખાખ

રઘુવીર મકવાણા
આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં એક પછી એક 3 ડબ્બામાં પ્રસરી ગઈ હતી, આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી
આજે બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી બોટાદ- ધ્રાંગધ્રા ડેમુ ટ્રેનમાં કોઈક કારણસર આગ લાગતા દોડધામ મચી હતી. આગ એટલી બધી વિકરાળ હતી કે જોત જોતામાં એક પછી એક 3 ડબ્બામાં આગ પ્રસરી ગઈ હતી. જેના કારણે પ્લેટફોર્મ નંબર 7 બિલકુલ બંધ કરી દેવામાં આવ્યો હતો. સમાચાર મુજબ આગના કારણે હાલમાં કોઈ જાનહાની થઈ નથી. ઘટનાની જાણ થતાની સાથે રેલવે વિભાગના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા.
આગ એટલી વિકરાળ હતી કે જોત જોતામાં એક પછી એક 3 ડબ્બામાં પ્રસરી ગઈ હતી આ ઘટના બાબતે ફાયર ફાઈટરને તાત્કાલિક જાણ કરતાં ફાઈટર વિભાગના 30 જવાનો સહિત 3 ફાયરની ગાડી દ્વારા પાણીનો મારો ચલાવવામાં આવ્યો હતો. જેમા બે કલાક બાદ આગ પર કાબુ મેળવ્યો હતો. બોટાદ રેલવે સ્ટેશન પર ઊભેલી બોટાદ- ધ્રાંગધ્રા ડેમુમાં કોઈક કારણથી ટ્રેનમાં આગ લાગતા દોડધામ મચી હતી. આગ કયા કારણોથી લાગી હતી તે વિશે કોઈ માહિતી મળી નથી. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી. આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી મળતી માહિતી પ્રમાણે આ ડેમુ ટ્રેન બોટાદથી સુરેન્દ્રનગર જવા માટે સાંજે 6 કલાકે ઉપડે છે. આગ લાગી ત્યારે ટ્રેન બોટાદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ નંબર 7 ઉપર બંઘ હાલતમાં ઉભી હતી ત્યારે અચાનક એકાએક વિકરાળ આગ લાગી ગઈ હતી. જો કે આગ કેવી રીતે લાગી તેનું ચોક્કસ કારણ હજુ સુધી જાણવા મળ્યુ નથી. ઘટનાની જાણ થતા રેલવેના અધિકારીઓ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. અને ઘટના બાબતે પ્રાથમિક તપાસ હાથ ધરી છે.