Connect with us

Mahuva

મહુવા : નીચા કોટડા ગામે પુત્રએ પિતાને કુહાડીના ઘા જીકી મોતને ઘાટ ઉતારી દીધા

Published

on

mahuwa-son-hacked-father-to-death-in-nigya-kotda-village

પવાર

  • પુત્રએ કરી પિતાની હત્યા, ઘનશ્યામ ભીલ એ પિતા દિનેશ ભીલની હત્યા કરી, પિતા વાડી એ સૂતા હતા ત્યારે પુત્રએ કુહાડી ના ઘા ઝીંકી હત્યા કરી નાખી

મહુવા તાલુકાના દાઠા પોલીસ તાબા હેઠળ આવતા નીચા કોટડા ગામે રહેતા એક પરિવારમાં પિતા ને પુત્ર એ કુહાડીના ઘાજીકી હત્યા કરી દીધી હતી આ ઘટનાની જાણ થતા ની સાથે જ દા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ ફરિયાદ નોંધવાની જ હાથ ધરી હતી આ હત્યા ઘરેલુ ઝઘડામાં થઈ હોવાનું જાણવા મળ્યું હતું. મહુવા તાલુકાના દાઠા પોલીસ તાબા હેઠળ આવતા નીચા કોટડા ગામે રહેતા દિનેશભાઈ વિઠ્ઠલભાઈ ભીલ ઉંમર વર્ષ ૪૫ પોતાના પરિવારના છ સભ્યો સાથે રહે છે આ પરિવાર પાગલ હોવાનું પણ જાણવા મળ્યું હતું.

mahuwa-son-hacked-father-to-death-in-nigya-kotda-village

ગત મોડી રાત્રિના સુમારે પુત્ર ઘનશ્યામ દિનેશભાઈ ભીલ એ અચાનક આવેશમાં આવી ગયો હતો અને નિંદ્રાધીન પિતા દિનેશભાઈ ભીલ પર કુહાડીના આડેધડ કુહાડીના ઘા ઝીંકી દીધા હતા પિતા દિનેશભાઈ લોહી લુહાણ હાલતે ખાટલામાં જ ઢળી પડ્યા હતા આ સમગ્ર ઘટના ની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો. મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી વધુમાં જાણવા મળતી વિગત મુજબ જાતા ના નીચા કોટડા ગામે રહેતો. આ પરિવાર માનસિક રીતે અસ્થિર હોવાનું પણ જાણવા મળ્યું હતું પુત્ર એ પિતાની હત્યા કેમ કરી હશે તે અંગે પોલીસ તપાસ ચલાવી રહી છે..

error: Content is protected !!