Connect with us

Mahuva

મહુવા ; પાલીતાણા અભયમની ટીમે બાળ લગ્ન થતાં અટકાવ્યા

Published

on

mahuva-palitana-abhayams-team-stopped-child-marriages

દેવરાજ

  • અભયમ ૧૮૧ અને મહુવા પોલીસે જાન આવતી અટકાવી મંડપ પણ હટાવી દીધા

બાળ લગ્ન પર પ્રતિબંધ લાદવામાં આવ્યો હોવા છતાં ગ્રામ્ય પંથકોમાં હજુએ આ પ્રથા ચાલતી હોવાનું પ્રકાશમાં આવ્યું હતું મહુવા પંથકમાં સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું આ સમૂહ લગ્નમાં એક સગીર વાય ની દીકરીને 18 વર્ષના યુવાન સાથે પરણાવવાનું શરૂ હતું ત્યારે આ માહિતી અભયમ્ ની ટીમને મળતા અભયમ્ ની ટીમ પોલીસ કાફલા સાથે સમુહ લગ્નના આયોજન માં પહોંચી હતી અને સંપૂર્ણપણે ચકાસણી કર્યા બાદ બાળ લગ્ન થતાં અટકાવી દીધા હતા સ્થળ પરથી સમૂહ લગ્નના મંડપો પણ હટાવી દીધા હતા આમ અભયમ ૧૮૧ ની ટીમે વધુ એક બાળ લગ્ન થતાં અટકાવી દીધા હતા મહુવામા સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું

mahuva-palitana-abhayams-team-stopped-child-marriages

જેમાં એક ૧૭ વર્ષ ની દીકરી જેના ૧૮ વર્ષ પૂરા નથી તેના લગ્ન થવાના છે તેવી જાણ ૧૮૧ અભયમ મા કરવામાં આવી હતી ૧૮૧ ટીમ અને મહુવા પોલીસ  ઘટના સ્થળે પોહચી હતી મળતી માહિતી પ્રમાણે સમૂહ લગ્ન મા ૧૭ લગ્નનું આયોજન કરેલ હતું એક દીકરી જેના ૧૮ વર્ષ પૂરા નથી જેની જાણ થતાં રાત્રિ નાં લગ્ન હોય લગ્ન થાય તે પેહલા મહુવા પોલીસ અને ૧૮૧ ટીમ ઘટના સ્થળે પહોંચી હતી જેમ દીકરી પક્ષે નાં માતા પિતા અને દીકરા સામે પક્ષનાં માતા પીતાંને લગ્ન માટે જાન લઈ ને આવવાની  આયોજક દ્વારા  ના પાડવામાં આવી હતી લગ્ન માટે ઉંમર પૂરી નથી જેથી લગ્ન બંધ રાખવામાં આવ્યા હતા ૧૮૧ ટીમ અને મહુવા પોલીસ સ્ટાફ દ્વારા ત્યાંના આયોજક ને સમજાવી લગ્ન નો મંડપ પણ હટવામાં આવ્યો હતો

error: Content is protected !!