Bhavnagar
મહુવા સિવિલ હોસ્પિટલમાં 10 દર્દીને રીએકશન : હોબાળો
પવાર
- બોટલ અને સીરીન્જમાં ક્ષતિ હોવાનું અનુમાન : પરિવારજનો વિફર્યા : અમુક દર્દીને બાંધવા પડ્યા
ભાવનગર જિલ્લાની મહુવામાં આવેલ સરકારી હોસ્પિટલમાં 10 થી વધુ દર્દીઓને દવાનું રિએક્શન આવતા હોસ્પિટલમાં દોડધામ મચી જવા પામી હતી. પ્રાપ્ત થતી માહિતી મુજબ ભાવનગર જિલ્લાની મહુવા સરકારી હોસ્પિટલ ના દસથી વધુ દર્દીઓને આવ્યા રીએક્શન આવેલ છે. દર્દીઓ જનરલ વોર્ડમાં સારવાર લઇ રહ્યા હતા. રીકેશન આવેલ તમામ દર્દી એ બેડ પર કરી ધમપછાડા શરૂ કર્યા હતા.
અમુક દર્દીને બાંધી રાખવાની આવી નોબત આવી હોવાનું જાણવા મળે છે. જે દર્દીઓને રિએક્શન આવેલ છે તે દર્દીઓ પૈકી નદીમભાઈ શેખ,પૂનમબેન ગિયડ તથા ગફારભાઈ અગવાન નામના દર્દીઓને ગંભીર હાલતે અન્યત્ર ખાનગી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હોવાનું જાણવા મળેલ છે. દર્દીઓને આપવામાં આવેલ બોટલ તથા સિરિન્જ ક્ષતિગ્રસ્ત હોવાથી રીએકશન આવ્યું હોવાનું પ્રાથમિક અનુમાન છે. હોસ્પિટલના ફરજ પર ના ડોકટરે DNS પાઈનનુ રીએક્શન આવ્યું હોવાનું જણાવ્યું હતું. દર્દીઓના પરિવારજનોએ હોસ્પિટલમાં દેકારો મચાવ્યો હતો.