Connect with us

Mahuva

મહુવામાં કસ્તૂરબા ગાંધી બાલિકા ભવનની વિદ્યાર્થીઓનીઓ પર વોર્ડન દ્વારા થતો અત્યાચાર સામે આવ્યો

Published

on

Atrocities by wardens on students of Kasturba Gandhi Balika Bhavan in Mahwa came to light

બરફવાળા

વિદ્યાર્થિનીઓ પાસે વાસણ, કપડાં અને કચરા પોતા સહિત સંડાસ-બાથરૂમ સાફ કરાવવાના કામ કરાવાઈ રહ્યાં છે

દુર્ગમ વિસ્તારની અનુસૂચિત જાતિ,અનુસૂચિત જનજાતિ, અન્ય પછાત જાતિ અને લઘુમતિની કન્યાઓ માટે ઉચ્ચ પ્રાથમિક સ્તરે નિવાસી શાળા વ્યવસ્થા ઉભી કરવા માટે કેન્દ્ર સરકાર દ્વારા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાલય યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના સર્વ શિક્ષા અભિયાન હેઠળ સ્વતંત્ર યોજના તરીકે ચાલી રહી છે. ત્યારે ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના સાલોલી ગામમાં આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનની વિદ્યાર્થિનીઓની દયનીય હાલતના વીડિયો સામે આવ્યાં છે.

વોર્ડનના માથા માંથી જૂ કાઢવાનું કામ કરાવાતુ

પ્રાપ્ત વિગતો પ્રમાણે સાલોલી ગામમાં આવેલા કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનમાં હોસ્ટેલમાં રહી અભ્યાસ કરતી વિદ્યાર્થિનીઓ પર વોર્ડન દ્વારા અત્યાચાર ગુજારવામાં આવી રહ્યો હોવાના વીડિયો વાયરલ થયા છે. વિદ્યાર્થિનીઓ પાસે વાસણ સાફ કરવા, કપડાં ધોવડાવવા અને  કચરા પોતાં અને સંડાસ-બાથરૂમ સાફ કરાવવાના પણ કામ કરાવાઈ રહ્યાં છે. વોર્ડનના માથા માંથી જૂ કાઢવાનું કામ પણ વિદ્યાર્થિનીઓ પાસે કરાવવામાં આવી રહ્યું છે.

Advertisement

Atrocities by wardens on students of Kasturba Gandhi Balika Bhavan in Mahwa came to light

વિદ્યાર્થીઓ પર ત્રાસના વીડિયો પણ વાયરલ થયા

સાલોલીના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનમાં  મહિલા વોર્ડન-હેડ ટીચર તરીકે ફરજ બજાવતાના પતિ નજીકના વેજોદરી ગામમાં શિક્ષક તરીકે નોકરી કરે છે અને આ ભવનની હોસ્ટેલમાં અડ્ડો જમાવીને રહે છે. ક્યારેક આ શિક્ષક તેના મિત્રોને બોલાવીને જમણવાર વગેરે પાર્ટીઓ પણ કરે છે. જેના વીડિયો પણ વાયરલ થયા છે.

જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત

સાલોલીના કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનમાં વોર્ડનનો પતિ જ બાલિકાઓના હોસ્ટેલને પોતાનું ઘર બનાવી રહેવા લાગ્યો છે. મહુવા તાલુકાના સાલોલી ગામ અને અને નીચા કોટડા ગામમાં આવેલા બંને કસ્તુરબા ગાંધી બાલિકા વિદ્યાર્થી ભવનમાં આવી અવ્યવસ્થા અંગે ભાવનગર જિલ્લા શિક્ષણાધિકારીને લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે. હવે આ વિડીયો વાયરલ થયા બાદ કોઈ કાર્યવાહી થશે કે નહીં તે જોવું રહ્યું.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!