Mahuva
મહુવાના એક ગામે પત્નીને પૈસા માટે મારતો પતિ – મદદે પહોંચી 181 અભયમ

પવાર
ઓનલાઈન ગેમમાં જુગારમાં હજુ કેટલા થશે બરબાદ.?
આજકાલ ઓનલાઈન ગેમના જુગારમાં પાયમાલ થવાના કિસ્સાઓ સામે આવી રહ્યા છે. ત્યારે આવા કિસ્સામાં સરકારે આખો ઉઘાડી ને આ જુગાર રમાડતી ગેમો ઉપર પ્રતિબંધ મૂકી દેવો જરૂરી છે. આજ એક ગેમનો ભોગ બનેલા પીડિતાની વાત છે. જેમાં મહુવા તાલુકા મા ઓનલાઈન ગેમ રમી ને પૈસા નો જુગાર રમી પત્ની ને ઘર ખર્ચ માટે પૈસા નાં આપતા પત્ની એ 181 ટીમ ની મદદ લીધી હતી. ઘટના સ્થળે 181 ટીમ પહોંચી ને પીડિત ની સમસ્યા જણાવ્યા મુજબ લગ્ન પછી પતિ સારી એવી નોકરી કરતા હતા અચાનક પતિ ઓનલાઇન ગેમ નાં રવાડે ચડતા બધા પૈસા હારી ગયા હતા.
નોકરી પણ જતી રહી હતી પતિ ને તેમની બેદરકારી અને નોકરી મા ફ્રોડ કરતા હોવાથી કોઈ નોકરી આપવા હવે તૈયાર ન હતું. જેથી પત્ની ઘર ખર્ચ નોકરી કરીને પૂરું કરતા હતા પતિ કોઈ કામ કાજ કરતા નાં હોવા થી જગડાઓ થતાં હાથ દેવું વધી જતા પત્ની પર હાથ ઉપાડતા હતા જેથી 181 ટીમ દ્વારા ઘટના સ્થળે પતિ ને સમજાવી કાયદાનું સમજ આપીને સમાધાન કરાવી આપેલ હતું