Botad
હું અધિકારી પછી પહેલાં માણસ છું’ બોટાદના નાયબ મામલતદાર કરણસિંહ પરમારે અકસ્માતમાં ઇજા પામેલ દંપતી માટે 108 બન્યા
રઘુવીર મકવાણા
અધિકારી બોટાદના ખસ રોડ પર પસાર થતી વેળા એક બાઇક પર દંપતીનો અકસ્માત જોઇ એક પળનો પણ વિલંબ કર્યા વગર ગાડીમાંથી ઉતરી મદદે પહોંચી ગયા
સમાજમાં ઘણી વાર આપણે જોતાં હોઈએ છીએ કે, વાહન પર સરવાળા એટલે કે પ્લસનું નિશાન તબીબી વ્યવસાય સાથે સંકળાયેલા લોકો એટલા માટે ઉપયોગ કરે છે કે જેથી મુશ્કેલીના સમયમાં ‘હાજર તે હથિયાર’ ના ન્યાયે લોકોનું અમૂલ્ય જીવન બચાવવામાં ઉપયોગી થઇ શકે. નાયબ મામલતદાર કરણસિંહ વગર પ્લસના નિશાને ઇજાગ્રસ્તો માટે તેમના જીવનને પ્લસ કરવા માટે નિમિત્ત બન્યાં છે. બોટાદ ખાતે ફરજ બજાવતા કિરણસિંહ પરમાર આજે એક એક મિટિંગ સહભાગી થયાં બાદ તેઓ પરત ફરી રહ્યાં હતાં. આ સમયે તેમણે ખસ રોડ પર એક બાઇકનો અકસ્માત જોઈને તાત્કાલિક પોતાના વાહન ચાલકને પોતાનું વાહન રોકવા આદેશ આપીને તરત જ તેઓ નીચે ઉતરીને આ બાઇક સવાર લોકોની મદદ માટે દોડી ગયાં હતાં. કરણસિંહ બોટાદમાં નાયબ મામલતદાર તરીકે ફરજ બજાવે છે
અને કટોકટીની અને વિપતની આ ઘડીમાં તેમની નૈતિક ફરજ સમજીને ડોક્ટર તરીકેની સેવા બજાવી તાત્કાલિક અકસ્માતોને પ્રાથમિક સારવાર આપી હતી.તેમણે સ્થળ પરથી જ જાતે જ 108 ને ફોન કરીને તુરંત એમ્બ્યુલન્સ મોકલવા માટે જાણ કરી હતી. તદુપરાંત ઇજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર મળે તે માટે હોસ્પિટલ ખાતે સાથે વાતચીત કરીને જરૂરી વ્યવસ્થાઓ કરાવી હતી. ઈજાગ્રસ્તોને નવજીવન આપવા માટેની તેમની અમૂલ્ય સેવાની પ્રશંસા કરી પોતે જ બધું કર્યું હોવા છતાં અલિપ્ત ભાવ કેળવી પરોપકારની ભાવનાને ખરા અર્થમાં સાકાર કરી હતી.