Connect with us

Botad

ગઢડા ખાતે બિલ્કીસબેન ખીમાણી ટ્રસ્ટ દ્વારા રક્તદાન કેમ્પ યોજાયો ; મોટી સંખ્યામાં રક્તદાતાઓ જોડાયા

Published

on

રઘુવીર મકવાણા

મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું, ઇરફાન ખીમાણીએ 51મી વખત રક્તદાન કરી સમાજમાં ઉત્કૃષ્ટ ઉદાહરણ પુરૂ પાડ્યું

Blood Donation Camp organized by Bilkisben Khimani Trust at Garhda; A large number of blood donors joined

ગઢડા શહેરમાં બિલ્કીસબેન ખીમાણી ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા બોટાદ બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું આયોજન સંપન્ન કરવામાં આવ્યુ હતુ. સામાજિક સેવાકીય ક્ષેત્રે અગ્રેસર ખીમાણી પરિવાર દ્વારા અનેકવિધ સામાજિક – સેવાકીય કાર્યક્રમો હાથ ધરવામાં આવે છે‌.

Blood Donation Camp organized by Bilkisben Khimani Trust at Garhda; A large number of blood donors joined

તેમજ આજથી ચૌદ માસ પહેલા મુસ્લિમ અગ્રણી અને દરેક લોકો સાથે સંકળાયેલા સામાજિક આગેવાન ઈરફાનભાઈ ખીમાણી દ્વારા તેમના માતૃશ્રી પ્રત્યેના અપાર પ્રેમને સદાય વ્યક્ત કરવા માટે સ્મૃતિ રૂપે કાયમી સેવાકીય કર્યો થતા રહે તેવા ઉમદા આશયથી હાજીયાણી બિલ્કીશબેન હાજી મજીદભાઈ ખીમાણી ચેરીટેબલ ટ્રસ્ટ ની રચના કરવામાં આવેલ છે. આ ટ્રસ્ટ ના માધ્યમથી થોડા દિવસો પહેલાજ કડકડતી ઠંડીમાં ધાબળા વિતરણ કરવામાં આવ્યુ‌ હતુ. તેમજ રક્તદાન કેમ્પનું આયોજન પણ હાથ ધરવામાં આવ્યું હતુ. આ રક્તદાન માટે ૧૦૫ બોટલ રકત એકત્રિત કરવામાં આવ્યુ હતુ.

Blood Donation Camp organized by Bilkisben Khimani Trust at Garhda; A large number of blood donors joined

આ કાર્યક્રમને સફળ બનાવવા માટે આસિફભાઇ ગાંજા, ડૉ.જુબેરભાઈ ખીમાણી, ડો. માધવાણી, મુનીરસૈયદ, સલીમભાઈ અરબિયાની, આદિલ ખીમાણી, અંજર ખીમાણી, લાલાભાઇ ભટ્ટી, ઇલિયાસભાઈ ગનીયાણી, જાવેદભાઈ લાખાણી, ઇમરાન ભોજાણી, ઈદુભાઇ મુસાણી, નજીરભાઈ લોયા, અશરફભાઈ લાખાણી સહિત યુવાનોએ સક્રીય રીતે યોગદાન આપ્યુ હતુ. આ રક્તદાન કેમ્પ દરમિયાન મુસ્લિમ મહિલાઓએ પણ ઉત્સાહભેર રક્તદાન કર્યું હતુ. તેમજ સંસ્થા ના પ્રમુખ ઈરફાનભાઈ ખીમાણીએ ૫૧ મી વાર રક્તદાન કર્યું હતુ.

Advertisement
error: Content is protected !!