Connect with us

Botad

મિત્રો એજ મિત્રનું ઢીમ ઢાળી દીઘું : બોટાદમાં ગુમ થયેલા વિજયભાઈના કેસમાં મોટો ખુલાસો

Published

on

Friends are like friends: big revelation in the case of missing Vijaybhai in Botad

રઘુવીર

  • બોટાદમાં 16 ડિસેમ્બરે ગુમ થયેલા વિજયભાઈના કેસમાં મોટો ખુલાસો ; તેમના જ મિત્રોએ જુની અદાવતમાં હત્યા કરી હોવાનો ઘટસ્ફોટ

બોટાદ શહેરમાં વધુ એક હત્યાનો ગુન્હો સામે આવ્યો છે. જ્યાં તાજેતરમાં 8 વર્ષની બાળકીની હત્યા બાદ ગુમ થયેલા વિજય મહેન્દ્રભાઈ અબાસની હત્યા થયા હોવાનું સામે આવ્યું છે. બોટાદ શહેરમાં 8 વર્ષીય બાળકીની ચકચારી હત્યા બાદ મિત્રએ મિત્રની હત્યા કર્યા હોવાની ઘટના સામે આવતા બોટાદ શહેરમાં હાલ ચર્ચાનો વિષય બની ગયો છે. કારણ કે 16 ડિસેમ્બરના રોજ ગુમ થયેલા વિજય મહેન્દ્રભાઈ અબાસની તેમના જ મિત્રોએ હત્યા કરી હોય તેવી શંકા મૃતકના ભાઈ દ્વારા કરવામાં આવી હતી. જેને લઈ પોલીસ દ્વારા તે દિશામાં કામ કરતા હત્યા થયાનું સામે આવ્યું છે.

Friends are like friends: big revelation in the case of missing Vijaybhai in Botad

બોટાદ પોલીસ દ્વારા હત્યા થઈ હોવાનું સામે આવતા તે દિશામાં તપાસ કરતાં શહેરના હનુમાન મંદિર પાસે માનવ અવશેષ હોવાની વિગત પ્રાપ્ત થતા પોલીસ દ્વારા જી.સી.બી.ની મદદથી તે સ્થળ પર તપાસ કરી ખોદકામ સહિતની કામગીરી હાથ ધરતા માનવ શરીરના અવશેષો મળી આવ્યા હતા. અવશેષોના આધારે વધુ તપાસ કરતા વિજય મહેન્દ્રભાઈ અબાસની હત્યા થયાનું આવ્યું સામે હાલ તો પોલીસ દ્વારા હત્યા સહિતની કલમ સાથે વિજયના મિત્રોએ જ તેમની હત્યા કર્યાનું જાહેર કર્યું. જૂની અદાવતમાં મિત્રો ભાવેશ ધનાભાઈ, હસમુખ ઉર્ફે મુનો અને જીતુ પરમાર દ્વારા હત્યા કરવામાં આવેલી હોય તેવું સામે આવ્યું. તેમજ જુની અદાવતના કારણે હત્યા કરવામાં આવેલ હોવાનું બોટાદ જિલ્લા પોલીસ વડા દ્વારા જણાવવામાં આવ્યું હતુ. હાલ તો હત્યાનો ગુન્હો દાખલ કરી પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી

error: Content is protected !!