Botad
બોટાદ : બરવાળા નજીકથી 35 લાખનાં વિદેશી દારૂનાં જથ્થા સાથે એક શખ્સ ઝડપાયો

રઘુવીર મકવાણા
બરવાળા નજીક થી બઅધધધ…દારૂ ઝડપાયો ; રાજસ્થાનથી બોટાદ આવતી ટ્રક સાથે એક આરોપીને ઝડપી પાડ્યો
બોટાદ જિલ્લાના બરવાળા તાલુકામાં દારૂની રેલમછેલ થાય તે પહેલાં બરવાળા પોલીસે ઝડપી પાડ્યો. દારૂ ભરેલી ટ્રક રાજસ્થાનથી બોટાદ પહોંચે એ પહેલા એક વ્યક્તિ સાથે ટ્રક અને દારૂનો જથ્થો ઝડપી પાડ્યો છે બોટાદના બરવાળા ગામ નજીક આવેલા હોટલ પાસેથી પસાર થઈ રહેલા ટેન્કરની બરવાળા પોલીસે તલાસી લેતા ટેન્કરમાંથી વિદેશી દારૂનો મોટો જથ્થો મળી આવતા ટેન્કર ચાલકની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી પોલીસે 555 પેટી વિદેશી દારૂ બરાબર કર્યો હતો.
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ બોટાદના બરવાળા પોલીસ મથકનો સ્ટાફ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બરવાળા નજીક આવેલ તુલસી હોટલ પાસેથી પસાર થઈ રહેલા કન્ટેનર પર શંકા પડતા આ કન્ટેનરને અટકાવી તલાસી લેતા વિદેશી દારૂ ની 555 પેટી મળી આવી હતી બરવાળા પોલીસે વિદેશી દારૂ કન્ટેનર મળી કુલ રૂપિયા 45 લાખ 22 હજારના મુદ્દામાલ સાથે ભૂખરાજ રેખારામ ધૂળની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી આ બનાવ અંગે ઝડપાયેલા શખ્સની આકરી ઢબે પૂછપરછ કરવામાં આવી રહી છે.
બરવાળાના તુલસી હોટેલ નજીક વિદેશી દારૂથી ભરેલી રાજસ્થાન પાર્સિંગની ટ્રક 1 આરોપી સાથે ઝડપી પાડી હતી. પોલીસ દ્વારા ટ્રકમાં તપાસ કરતા બ્લેન્ડર વિસ્કી, રોયલ ચેલેન્જ વિસ્કિ, કલેક્શન વિસ્કી સહિતનો કુલ 35 લાખની કિંમતનો 6,660 વિદેશી બોટલ સાથે દારૂ બરવાળા પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો છે. તેમજ 1 ટ્રક મળી કુલ 45 લાખના મુદ્દામાલ સાથે 1 આરોપીની અટકાયત કરી બરવાળા પોલીસ દ્વારા કાયદાકીય કામગીરી હાથ ધરી વધુ તપાસ ચલાવી છે.