Connect with us

Botad

આખરે બોટાદના યુવકના મોતના મામલે ત્રણ પોલીસમેન સામે ગુનો નોંધાયો ; લાશને સ્વીકારાઈ.

Published

on

Finally, a crime was registered against three policemen in the case of the death of the youth of Botad; The body was accepted.

રઘુવીર મકવાણા
ઓન ધ સ્પોટ
9/50 કલાકે

બોટાદ યુવકના મોત મામલો, કાળું પાધારશી નામના યુવકનું થયું હતું મોત, ત્રણ પોલીસકર્મીઓએ માર મારતા થયું હતું મોત, મુસ્લિમ સમાજે યુવકના મૃતદેહને સ્વીકારવાનો કર્યો હતો ઇન્કાર આખરે ત્રણેય પોલીસકર્મીઓ સામે કાર્યવાહી

Finally, a crime was registered against three policemen in the case of the death of the youth of Botad; The body was accepted.

બોટાદના એક યુવકને પોલીસ દ્વારા કથિત રીતે માર મારવામાં આવતા માથા સહિતના ભાગોમાં ગંભીર ઈજાના કારણે તેનું સારવાર દરમિયાન અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં મોત થતાં પરિવારજનોએ જોરદાર હોબાળો મચાવ્યો છે. મૃતકના પરિવારજનોએ બોટાદ ટાઉન પોલીસના 3 કર્મચારીઓ સામે ફરિયાદ નોંધવાની માંગ સાથે લાશ સ્વીકારવાનો ઈન્કાર કર્યો હતો. જોકે આ લખાઈ છે ત્યારે રાત્રીના 9/38 કલાકે પોલીસ દ્વારા ત્રણેય કર્મીઓ સામે કાનૂની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે જાણવા મળતી માહિતી મુજબ બોટાદના સાળગપુર રોડ પોસ્ટઓફિસ પાસે આવેલ મેઘાણી નગર ખાતે રહેતા કાળુભાઈ ઉસ્માનભાઈ છૂટક મજૂરી કરી પરિવારનુ ગુજરાન ચલાવે છે જેઓને ગત તારીખ 14-04-23 બપોરના સુમારે સાદા ડ્રેસમાં બોટાદ પોલીસના ત્રણ કર્મી દ્વારા મુસ્લિમ યુવક કાળુભાઈ પાસે અજાણ્યા શખ્સ બાબતે પુછપરછ કરવા આવેલ અને યુવકના ઘરે બાઈક પડેલ હોય જે બાઈક ના કાગળ બાબતે પોલીસ પુછતાછ કરી ત્રણ પોલીસ કર્મી દ્વારા આ બાઈક બાબતે પોલીસ સ્ટેશન ખાતે લઈ ગયા હતા.

 

 

Advertisement

Finally, a crime was registered against three policemen in the case of the death of the youth of Botad; The body was accepted.

મુસ્લિમ યુવકને પોલીસ સ્ટેશન ઢોર માર મારવામાં આવ્યો હતો અને યુવકનુ માથું દીવાલ સાથે ભડકાડતા અને માથાના ભાગે ઈજા પહોંચાડેલ ત્યાર બાદ યુવકને છોડી મુકેલ હતો. આ મુસ્લિમ યુવક તબિયત ખરાબ થતા ગત તારીખ 17-04-23 ના રોજ બોટાદ નિ વડોદરિયા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખાસેડેલ જયા યુવક દ્વારા વિડીયો મારફતે નિવેદન આપવામાં આવ્યું હતું બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરજ બાજવતા અમીરાજ બોરીચા (આલકુભાઈ ), નિકુલ મનુભાઈ સિંધવ, રાહીલ સીદાતર નામ નો ઉલ્લેખ કર્યો હતો અને મને ત્રણેય પોલીસ માર મારેલ તેવું નિવેદન આપેલ ત્યાર બાદ યુવક નિ તબિયત ખરાબ થતા ભાવનગરથી વધુ સારવાર અર્થે અમદાવાદ ખસેડેલ જયા જીવન મરણ વચ્ચે જોલા ખાઈ રહેલા મુસ્લિમ યુવાન કાળુભાઈ અમદાવાદ ખાતે હોસ્પીટલ જીદંગી સામે જંગ હારી ગયો મુસ્લિમ યુવાનનુ મોત નીપજ્યું હતું. યુવકના પિતા અને મુસ્લિમ સમાજે ત્રણેય પોલીસ કર્મી સામે કાર્યવાહીની માંગ કરી હતી, જોકે અમીરાજ બોરીચા, નિકુલ મનુભાઈ, રાહીલ સીદાતર સામે આઇપીસી 302 કલમ હેઠળ ગુન્હો દાખલ કરાયો છે

error: Content is protected !!