Connect with us

Botad

ઢસા ; જિલ્લા પંચાયત પ્રમુખના ગામમાં જ તંત્ર ઉદાસીનતા ; ખાટલે જ મોટી ખોટ

Published

on

Dhasa; System indifference in the village of the District Panchayat President; A very big loss

રઘુવીર મકવાણા

ઢસા ગામે જિલ્લા પંચાયત હસ્તે મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત કરોડો રૂપિયા ના ખર્ચે રોડ મંજુર થયેલ જેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ છેલ્લા એક દોઢ મહિનાથી રોડ નું અધવચ્ચે કામ બંધ કરવાથી લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે , ઢસા ગામ થી ઢસા જંકશન સુધીનો રોડ મંજુર થયેલ છે પરંતુ રોડ નું કામ બંધ હોવાથી ધુડની ડમરીઓ ઉડી રહી છે લોકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે તેમજ નજીકના દિવસોમાં ચોમાસું આવી રહ્યું છે ત્યારે તાત્કાલિક રોડનું કામ શરૂ કરવા લોકોની માંગ ઉઠવા પામી છે.

Dhasa; System indifference in the village of the District Panchayat President; A very big loss

ઢસા ગામ જે જિલ્લાના સૌથી મોટો તાલુકો અને તાલુકાનું સૌથી મોટું ગામ એટલે ઢસા ગામ અહીં ઢસા ગામથી ઢસા જંકશન સુધીનો RCC રોડ જિલ્લા પંચાયત અંડર મુખ્યમંત્રી ગ્રામ સડક યોજના અંતર્ગત અંદાજે પાંચ કરોડ રૂપિયા ના ખર્ચે રોડ મંજુર થયેલ છે અને જેનું કામ પણ શરૂ કરવામાં આવ્યું હતું પરંતુ હાલ કોન્ટ્રાકટર દ્વારા અધૂરું કામ મૂકીને રફુચક્કર થઈ જતા વાહન ચાલકો અને ગામ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે જે બાબતે ગામના આગેવાનો દ્વારા અનેક વાર તંત્રને રજૂઆતો કરવામાં આવી છે તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી જેથી સ્થાનિકોની એક જ માંગ ઉઠવા પામી છે કે વહેલામાં વહેલી તકે રોડનું કામ પૂર્ણ કરવામાં આવે. આપ જે દ્રશ્યો જોઈ રહ્યા છો તે છે બોટાદ જિલ્લા પંચાયત ના પ્રમુખ ઘનશ્યામ વિરાણી નું ઢસા ગામ નો સ્ટેશન રોડ ઢસા ચોકડી થી ઢસા જંકશન સુધીનો રોડ મંજુર થયેલ છે પરંતુ હાલ અહીંયા જે આપ જોઈ રહ્યા છો કે ધુડની ડમરીઓ ઉડી રહી છે રોડ ની બંને સાઈડમાં નાના મોટા વેપારીઓ ધંધો કરી રહ્યા છે.

વેપારીઓને પણ ભારે હાલાકી પડી રહી છે ત્યારે જિલ્લા પંચાયત પ્રમુખ ઘનશ્યામભાઈ વિરાણી પણ પસાર થતાં કેમેરામાં દ્રશ્યો કેદ થયા છે પરંતુ તેઓને રોડ મામલે પુછતાં તેઓએ પ્રતિક્રિયા આપવાનું ટાળ્યું હતું ત્યારે ગ્રામજનોની એક જ માંગ છે કે વહેલામાં વહેલી તકે રોડનું કામ શરૂ કરવામાં આવે ઢસા ગામે ચોકડી થી ઢસા જંકશન સુધીનો પાંચ કરોડના ખર્ચે જિલ્લા પંચાયત હસ્તક રોડ શરૂ કરેલ પરંતુ છેલ્લાંએક મહિનાથી રોડની કામગીરી બંધ કરવામાંઆવેલ જેથી રસ્તા પર મોટી સંખ્યામાં વાહનોની અવરજવર ના કારણે ધૂળની ડમરીઓ ઉડે છે જેના કારણે વાહન ચાલકો, રહીશો, દુકાનદારો હેરાન પરેશાન થઈ રહ્યા છે પરંતુ આ ગામ છે જે વિકાસના કામો મંજુર કરે છે તે જિલ્લા પંચાયત પ્રમુખનુ છે પરંતુ તેનાજ ગામની વાત કંઈક જુદી છે. જિલ્લા પંચાયત ના પ્રમુખ ના ગામમાં જ લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે ત્યારે ચોકસ ખાટલે ખોટ દેખાય છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!