Connect with us

Palitana

પાલીતાણા ; દેવીપૂજક સમાજની દીકરી પર દુષ્કર્મ આચરી હત્યા કરનારને સખત સજાની માંગ

Published

on

Demand for strict punishment to those who committed rape and murder on the daughter of a god worshiping society

દેવરાજ

બોટાદમાં નવ વર્ષીય માસૂમ બાળાની દુષ્કર્મ બાદ હત્યાની ઘટનાને લઈ દેવીપૂજક સમાજમાં ભારે આક્રોશ ફેલાયો હતો. આવી ધુ્રણાસ્પદ ઘટનાના વિરોધમાં દેવીપૂજક સમાજે આજે પાલિતાણા ખાતે રેલી યોજી આરોપી સામે સખત કાર્યવાહીની માંગ કરી છે બોટાદમાં વાસી ઉત્તરાયણના દિવસે પતંગ લૂંટવા ગયેલી એક ફૂલ જેવી માસૂમ બાળા ઉપર બોટાદના શિવનગરમાં રહેતા હવસખોર શખ્સે હેવાનિયતની હદ વટાવી બળાત્કાર ગુજારી નિર્દયતાપૂર્વક હત્યા કરી નાંખી હતી. આ ઘટનાએ સમગ્ર વિસ્તારને હચમાવી નાંખ્યો હતો. તો પોલીસે પણ ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઈ ત્રણ ટીમ બનાવી ગણતરીના કલાકોમાં જ હવસખોર નરાધમ શખ્સને દબોચી લીધો હતો.

Demand for strict punishment to those who committed rape and murder on the daughter of a god worshiping society

બનાવના પાલીતાણા તાલુકા સહીત રાજયભરના દેવીપુજક સમાજના ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે, ફુલ જેવી બાળકી પર બળાત્કાર ગુજારી દુષ્કર્મ કરનાર બળાત્કારીઓ વિરૂધ્ધ કાયદાકીય સખ્તમાં સખ્ત આજીવન સજા કરી અથવા ફાંસી પર લટકાવવા સમસ્ત દેવીપૂજક સમાજ-ભાવનગર જીલ્લા-પાલીતાણા તાલુકા ની માંગ છે. ફરી આવા અન્ય સમાજમાં ભારતભર અને ગુજરાતભરમાં આવા બનાવ ન બને અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે આવા નરાધમ બળાત્કારીઓને સજા થાય અને ફાંસીએ લટકાવવા દેવીપુજક સમાજના લોકોએ માંગ કરી છે

error: Content is protected !!