Palitana
પાલીતાણા ખાતે વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વારા 25મી ભવ્ય શોભાયાત્રામાં માનવમેદની ઉમટી
બ્રિજેશ
સમગ્ર દેશ આજે કૃષ્ણભક્તિના રંગે રંગાઈ ગયો છે ત્યારે ઉત્સવપ્રિય ગોહિલવાડ આમાં પાછળ કેમ રહે.તહેવાર કોઈ પણ હોય તેને વધાવવા ગોહિલવાડના લોકો હમેશા થનગની રહ્યા હોય છે. આજે પાલીતાણા ખાતે પરંપરાગત ભગવાન કૃષ્ણ ની 25મી શોભાયાત્રા ભારે ભક્તિભાવ અને ઉલ્લાસ પૂર્વક નીકળી હતી, જેમાં હજારોનો માનવ મહેરામણ ઉમટી પડ્યો છે. ભવાની મંદિરેથી સાધુ મહંતોના હસ્તે અને રાજકીય આગેવાની હાજરીમાં આ શોભાયાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
સમગ્ર ગોહિલવાડ જયારે આજે જન્માષ્ટમીના પર્વ ને રંગ માં રંગાયું છે ત્યારે દર વર્ષની માફક આ વર્ષે પણ પરંપરાગત રીતે નીકળતી ભગવાન કૃષ્ણની 25 મી શોભાયાત્રા નું આયોજન પાલીતાણા વિશ્વ હિંદુ પરિષદ અને બજરંગદળ દ્વરા આયોજન કરવામાં આવ્યું છે. આ શોભાયાત્રા આજે વહેલી સવારે પાલીતાણાના ભવાની મંદિર ખાતે થી સંતો-મહંતો તેમજ પાલીતાણાના વતની અને ભાજપ ના પ્રદેશ ઉપપ્રમુખ મહેન્દ્રસિંહ સરવૈયાના હસ્તે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગદળના કાર્યકરોની ઉપસ્થિતિ માં પ્રસ્થાન કરાવવા માં આવ્યું હતું.
જેમાં પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષ મહેન્દ્રસિંહ સરવૈયા, ધારાસભ્ય સહીત રાજકીય આગેવાનોની ઉપસ્થિતિમાં શોભાયાત્રામાં બાલક્રિષ્ણને વિધિવત રથમાં બેસાડી ને નગરયાત્ર માટે પ્રસ્થાન કરાવવામાં આવી હતી. શહેર ના બાપા ચોક, ભરેવનાથ ચોક સહિતના વિસ્તારોમાં ઠેરઠેર સ્વાગત કરવામાં આવ્યું હતું, આ રથયાત્રા નિહાળવા પાલીતાણા ઉપરાંત આજુબાજુના ગ્રામ્ય વિસ્તાર માંથી હજારોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડ્યા હતા.
આ શોભાયાત્રા માં વિવિધ પ્રકાર ના 24 કરતા પણ વધુ ફલોટો રજુ કરવામાં આવ્યા છે. આ ફલોટસ માં દેશ ની સાંસ્કુતિ ની ઝાંખી કરાવતા ફલોટસ, રામાયણ અને મહાભારત ના પ્રસંગોના ફલોટસ, આધુનિક ફલોટસ, મેજિક ફલોટસ, તેમજ લોકો ને મનોરંજન આપે તેવા ફલોટસ વિવિધ ગ્રુપો અને સંસ્થાઓ દ્વરા રજુ કરવામાં આવ્યા છે. તેમજ આ શોભાયાત્રામાં 42 જેટલા ટ્રેક્ટર, રજવાડી બગીઓ, ફોરવ્હીલ, સ્કુટર તેમજ વિવિધ રાસ મંડળીઓ, અખાડાઓ, વગેરે ઉત્સાહભેર જોડાયા હતા.