Connect with us

Palitana

પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયા નવનાથ મંદિરોએ પોહચ્યા, પૂજા આરતી કરી

Published

on

Palitana DySP Mihir Baraiah visited Navnath temples, performed puja aarti

દેવરાજ

શ્રાવણ માસમાં નવનાથ દર્શનનું અનેરૂ મહત્વ છે, પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાએ નવનાથ યાત્રા કરી પૂજન, અર્ચન, આરતીનો લાભ લીધો, ધન્યતા અનુભવી

શિસ્તના ચુસ્ત આગ્રહી, સમયના એકદમ પાબંદ, પ્રજા-પોલીસ સ્ટાફ માટે હંમેશા કંઈક કરી છૂટવાની ખેવના ધરાવતા પાલીતાણા ડીવાયએસપી મિહિર બારૈયાએ સિહોર નવનાથ મંદિર દર્શન લાભ લીધો છે સિહોર છોટે કાશી તરીકે પ્રખ્યાત છે. સિહોરમાં નવનાથના બેસણા છે પવિત્ર શ્રાવણ માસમાં સિહોરનું મહત્વ વધી જાય છે. ફક્ત સિહોર શહેર કે તાલુકામાંથી નહીં, પરંતુ સમગ્ર ભાવનગર જિલ્લામાંથી ભાવિક ભક્તજનો બહોળી સંખ્યામાં નવનાથના દર્શને આવતા હોય છે.Palitana DySP Mihir Baraiah visited Navnath temples, performed puja aarti શ્રાવણ માસમાં સિહોરમાં પગપાળા નવનાથના દર્શન કરવાનું પણ એક મહત્વ છે. ભાવિકો શ્રાવણ માસ દરમ્યાન સિહોર આવીને પગપાળા ચાલીને નવનાથના દર્શન કરતાં હોય છે. શ્રાવણ માસ દરમ્યાન સિહોરમાં ભાવિકો ભક્તોની ખૂબજ ભારે ભીડ રહેતી હોય છે. સિહોર ધાર્મિક અને પૌરાણિક દ્રષ્ટિએ ખૂબ મહત્વ છે, જ્યાં નવનાથ અને પંચપીરના પવિત્ર સ્થાનોની સાથે બે જગદંબાના બેસણાં છે, આવી પવિત્ર નગરીમાં શ્રાવણ માસ દરમિયાન ‘નવનાથ મહાદેવ’ના દર્શનનું મહાત્મય છે, ત્યારે પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારૈયાએ આજે સિહોરના નવનાથની યાત્રા હતી. સમાજનાં એક જવાબદાર અધિકારી તરીકે નવનાથ યાત્રાથી ધન્યતાના અનુભવની સાથે સાથે સિહોરવાસીઓને શુભસંદેશ પણ આપ્યો છે મહર્ષિ ગૌતમની પાવન ઉપસ્થિતિથી ગૌતમી નદી એ મા ગંગાનું સ્વરૂપ મનાય છે, ગૌતમી નદીનાં તટ વિસ્તારોમાં ‘નવનાથ મહાદેવ’ના પાવન સ્થાનોથી સિહોરની ધરા અતિપાવન બને છે, ત્યારે શ્રાવણ માસમાં હજારો લોકો આ મહત્વને સમજીને નવનાથ યાત્રા કરે છે, રાજનેતાઓથી લઈને સમાજનાં અનેક શ્રેષ્ઠીઓ દરવર્ષે નવનાથ યાત્રાએ આવતાં હોય છે, આજે પાલીતાણાના ડીવાયએસપી મિહિર બારૈયાએ કરેલી નવનાથની યાત્રા આ દરેક પવિત્ર સ્થાનોનું મહત્વ સમજવા માટે પૂરતું છે.

Continue Reading
Advertisement
error: Content is protected !!