Palitana
ભાવનગર જિલ્લાની NSUI કારોબારી બેઠક તળાજા ખાતે મળી ; વિધાર્થીઓ માટે કેવી રીતે કામ કરવું વગેરે જેવી ચર્ચા કરાઇ
બ્રિજેશ
- 70 થી વધુ નવા વિધાર્થી NSUI સાથે જોડાયા, નવી જવાબદારીઓ સોંપવામાં આવી, વિદ્યાર્થીઓને પડતી મુશ્કેલી બાબતે કારોબારીમાં વિશેષ ચર્ચા કરવામાં આવી
વિશ્વનું સૌથી મોટું વિધાર્થી સંગઠન (NSUI) હંમેશા વિધાર્થીઓના પ્રશ્ને લડત કરતું સંગઠન છે. સામાજિક કાર્યોથી લઇને વિધાર્થીઓના તમામ પ્રશ્નો માટે તેમજ ન્યાય માટે ભાવનગર જિલ્લા એનએસયુઆઇ લડતું રહ્યું છે. આજ રોજ જિલ્લા એનએસયુઆઇની કારોબારી મિટિંગ તળાજા ખાતે યોજાઇ હતી. આગામી દિવસોમાં વિધાર્થીઓ માટે કેવી રીતે કામ કરવું તેમજ તેમની મુશ્કેલીમાં તેમની સાથે રહી ન્યાય અપાવવા માટેની ચર્ચા કરાઇ હતી.ભાવનગર જિલ્લા NSUI દ્વારા જુડેગા વિધાર્થી જીતેગા ઇન્ડિયા એજન્ડા સાથે તળાજા તાલુકામાં વિધાર્થી સંમેલન નું આયોજન કરેલ અને ૭૦ થી વધારે નવા વિધાર્થીઓ NSUI સાથે જોડાયા હતા આ કાર્યક્રમ માં મુખ્ય મહેમાન તરીકે જિલ્લા કોંગ્રેસ પ્રમુખ રાજેન્દ્રસિંહ ગોહિલ, પાલીતાણા પૂર્વ ધારાસભ્ય પ્રવીણભાઈ રાઠોડ, તળાજા પૂર્વ ધારાસભ્ય કનુભાઈ બારૈયા, ભાવનગર યુવા કોંગ્રેસ પ્રમુખ સંદીપસિંહ ગોહિલ, જિલ્લા NSUI પ્રમુખ અર્ષમાનખાન જે બલોચ, શિવાભાઈ ડાભી પ્રદેશ NSUI મહામંત્રી ગિરિરાજસિંહ વાળા, અલીભાઈ લાખાણી , પ્રવીણ નકુમ, અભિજિત ચુડાસમા, માવજીભાઈ શિયાળ સહિત આગેવાનો કાર્યકરો હાજર રહ્યા હતા જેમાં નવા હોદ્દેદારો ની વરણી કરવા મા આવી હતી જેમાં જિલ્લા NSUI ઉપપ્રમુખ તરીકે અતહરભાઈ મલિક અને જિલ્લા NSUI મહામંત્રી તરીકે વૈદિકરાજસિંહ ગોહિલ તેમજ હાર્દિક ડાભી ની નિયુક્તિ કરી હતી અને તળાજા તાલુકા NSUI સમગ્ર ટીમ ની રચના કરવા મા આવી હતી જેમા તમામ નવા જોડાયેલા વિધાર્થીઓ ને માહિતગાર કરાયા હતા કે કોંગ્રેસ નું વિધાર્થી સંગઠન NSUI કઈ રીતે વિધાર્થીઓ ને મદદ રૂપ થઈ શકે સમગ્ર કાર્યક્રમ નું સફળ સંચાલન અતહરભાઈ મલિક અને શિવાભાઈ ડાભી એ કર્યું હતું
કોલેજમા જઇ વિધાર્થીઓને સંગઠનમાં જોડાવા આમંત્રણ અપાશે ; અર્શમાન બ્લોચ
આગામી દિવસોમાં ભાવનગર જિલ્લાની તમામ કોલેજોમાં નવી એનએસયુઆઇ ટીમની રચના કરવામાં આવશે. તાલુકા તેમજ જિલ્લામાં પણ નવી ટીમોની થોડા દિવસોમાં રચના કરવામાં આવશે. થોડા દિવસોમાં એનએસયુઆઇ દ્વારા સદસ્યતા અભિયાન પણ હાથ ધરાશે. તમામ કોલેજમા જઇ વિધાર્થીઓને સંગઠનમાં જોડાવા આમંત્રણ આપવામા આવશે. કોગ્રેસ પક્ષની વિચારધારા અને સંગઠનને વધુમાં વધુ મજબૂત કરવા કામગીરી હાથ ધરાશે, તેવું ભાવનગર જિલ્લા એનએસયુઆઇ પ્રમુખ અર્શમાન બ્લોચે જણાવ્યું હતું.