Connect with us

Palitana

પાલિતાણા શેત્રુંજ્ય તીર્થના પ્રશ્ન હલ કરવા ટાસ્ક ફોર્સની બેઠક મળી

Published

on

A task force meeting was held to resolve the issue of Palitana Shetrunjya Tirtha

પવાર

  • નિલકંઠ મહાદેવ મંદિરના પૂજારીની હંગામી નિમણૂક માટે અરજી મંગાવવામાં આવી ; મહેસુલ, પંચાયત, ખનીજ, નગરપાલિકા, પોલીસ વગેરે વિભાગના અધિકારીની ટીમ બનાવાઈ

A task force meeting was held to resolve the issue of Palitana Shetrunjya Tirtha
પાલિતાણા શેત્રુંજ્ય તીર્થના મામલે જૈન લોકોએ જુદી જુદી ફરિયાદ કરી હતી. આ ફરિયાદનો નિકાલ કરવા માટે રાજ્ય સરકારના ગૃહ વિભાગે ટાસ્ક ફોર્સ બનાવી છે. આ ટાસ્ક ફોર્સની આજે મંગળવારે બેઠક હતી, જેમાં જુદા જુદા પ્રશ્ને સમીક્ષા કરાઈ હતી. પાલિતાણાના શેત્રુંજ્ય પર્વત પર કેટલાક દુષણને પગલે જૈન સમાજના લોકોએ સરકારને રજુઆત કરી હતી. આ રજુઆતના આધારે ગૃહ વિભાગે ટાસ્ક ફોર્સ બનાવી છે. ટાસ્ક ફોર્સની બુધવારે બેઠક હતી, જેમાં જૈન સમાજના લોકોની રજુઆતને ધ્યાને લઈ સમીક્ષા કરવામાં આવી હતી. આ પ્રશ્નનો ઝડપી નિકાલ કરવા પ્રયાસ કરાશે. મહેસુલ, પંચાયત, ખનીજ, નગરપાલિકા, પોલીસ વગેરે વિભાગના અધિકારીની ટીમની રચના કરાઈ હતી. શેત્રુંજ્ય તીર્થની કોઈ ફરિયાદ આવશે તો આ ટીમ દ્વારા તત્કાલ પ્રશ્ન હલ કરવા કામગીરી કરવામાં આવશે. પાલિતાણાના શેત્રુંજ્ય ગીરીરાજ જૈન તીર્થ ઉપર આવેલ નિલકંઠ મહાદેવ મંદિરના પુજારીની હંગામી ધોરણે નિમણૂંક કરવાની કાર્યવાહી કરવામાં આવશે તેમ ભાવનગરના જિલ્લા કલેક્ટરે માહિતી આપતા જણાવ્યુ હતું. સનાતન વૈદિક ધર્મ અનુસાર શિવપુજાના જાણકાર પુજારીઓ પાસેથી અરજીઓ મંગાવવામાં આવે છે. નિલકંઠ મહાદેવ મંદિર શેત્રુંજ્ય ગીરીરાજ ઉપર દૈનિક ધોરણે પુજા કરવા ઈચ્છુક વ્યક્તિઓએ આગામી તા. ૨૧ જાન્યુઅરી-૨૦૨૩ સુધીમાં પોતાના ફોટોગ્રાફ સહિતના બાયોડેટા સાથેની અરજી સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ, પાલીતાણાની કચેરી ખાતે રજુ કરવાની રહેશે, ર૧મી સાંજના ૦૬.૧૦ કલાક બાદ રજુ થયેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં તેમ સબ ડીવીઝનલ મેજિસ્ટ્રેટ પાલિતાણાએ જણાવેલ છે.

error: Content is protected !!