Palitana
પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં રાજકારણ ગરમાયું, ભાજપના 5 નગરસેવકો કોંગ્રેસના સંપર્કમાં
વિશાલ સાગઠિયા
પાલિતાણા નગર પાલિકામાં સત્તા માટે ખરાખરીનો ખેલ જોવા મળ્યો છે. પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયુ છે. આગામી 13 સપ્ટેમ્બરે યોજનારી પાલીતાણા નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીને લઈને રાજકારણ ગરમાયું છે.પાલીતાણા નગરપાલિકાના પ્રમુખની ચૂંટણીમાં 19 નગરસેવકોનું સમર્થન જરૂરી છે.
પાલીતાણા નગરપાલિકામાં ભાજપ પાસે 24 જયારે કોંગ્રેસ પાસે 12 નગરસેવકો છે. આવી સ્થિતિમાં કોંગ્રેસે મોટો ધડાકો કરતા દાવો કર્યો છે કે ભાજપના 5 નગરસેવકો કોંગ્રેસના સંપર્કમાં છે. પાલીતાણા કોંગ્રેસના આગેવાન ઓમદેવસિંહ ગોહિલે આ જાહેરાત કરી છે. કોંગ્રેસમાં આ દાવાથી ભાજપની ચિંતા વધી છે. હવે જોવું રહ્યું કે નગરપાલિકાના પ્રમુખ-ઉપપ્રમુખની ચૂંટણીમાં શું નવા-જૂની થશે સત્તાના હાઈવોલ્ટેજ ડ્રામામાં નવાજૂની થવાના એંધાણ દેખાઈ રહ્યા છે.