Botad
ભાજપ પૂરી તાકાતથી અદાણીને બચાવવામાં લાગ્યો છે : અમરીશ ડેર
મિલન કુવાડિયા
રાહુલ ગાંધી મામલે બોટાદ કોંગ્રેસ દ્વારા પ્રેસ કોન્ફરન્સ : અમરીશ ડેરે ભાજપ પર ઉતાવળી કાર્યવાહી માટે સાધ્યું નિશાન, ડેરના ભાજપ સામે આકરા પ્રહારો
ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ અને પૂર્વ સાંસદ રાહુલ ગાંધી દ્વારા પોતાના ભાષણમાં મોદી અટક સાથેના કરેલ નિવેદન બાબતે રાજ્ય સરકારના પૂર્વ મંત્રી અને ધારાસભ્ય પૂર્ણેશ મોદી દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી. તે અંગે સુરતની કોર્ટ દ્વારા તાજેતરમાં રાહુલ ગાંધીને બે વર્ષની સજા જાહેર કરવામાં આવી હતી. હાલમાં આ સજા 30 દિવસ સુધી મુલતવી રાખવામાં આવી છે. રાહુલ ગાંધીને 2 વર્ષની સજા થતા કોંગ્રેસ પક્ષમાં ક્યાંકને ક્યાંક રોષ જોવા મળી રહ્યો છે. અગાઉ ભારતીય જનતા પાર્ટીના નેતાનું નામ લીધા વગર કે જેમને ત્રણ વર્ષની સજા થઈ હોવા છતાં આવા કોઈ પણ પ્રકારના તાત્કાલિક ધોરણે લેવામાં આવ્યા નથી તે અંગે જણાવવામાં આવ્યું હતું. અમરીશ ડેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધી દ્વારા આગામી દિવસોમાં પણ પ્રજાલક્ષી અને પ્રજાહિતમાં સતત કામ કરતા રહેશે.
પ્રેસ કોન્ફરન્સના માધ્યમથી પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા જણાવવામાં આવ્યું હતું કે, રાહુલ ગાંધીના પરિવાર દ્વારા દેશહિત માટે બલિદાન આપવામાં આવ્યું હતું. જેમાં પૂર્વ પ્રધાનમંત્રી ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધીનો પણ ઉલ્લેખ પ્રેસ કોન્ફરન્સમાં કરવાામાં આવ્યો હતો. રાહુલ ગાંધીના સંસદ સભ્ય પદ રદ મામલે બોટાદ સર્કિટ હાઉસ ખાતે પૂર્વ ધારાસભ્ય અમરીશ ડેર દ્વારા પ્રેસ સંબોધવામાં આવી તે સમયે બોટાદ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ રમેશ મેર, બોટાદ શહેર કોંગ્રેસ પ્રમુખ મુકેશ પ્રજાપતિ, બોટાદ નગરપાલિકા પૂર્વ વિરોધ પક્ષના નેતા પ્રવીણ ડેરવાળિયા, પૂર્વ વિરોધ પક્ષના નેતા વિઠ્ઠલ વાજા, નગરપાલિકાના પૂર્વ સભ્ય ઉસ્માન, સિકંદર જોકિયા, ઓઢ ધાંધલ સહિત પૂર્વ તાલુકા પંચાયતના પ્રમુખ ધરમશી રાઠોડ હાજર રહ્યા હતા.