Botad
દીકરો ગુમાવનાર માતાની વેદના સાંભળી તમારી આંખો છલકાઈ જશે, કહીને ગયો હતો કે સાંજે આવીશ
રઘુવીર મકવાણા
પપ્પા અહીં વરસાદ છે.. હું સાજે નહીં સવારે આવીશ… આ શબ્દો સાંભળતા પિતાને હાશકારો થયો.. પરંતુ બોટાદમાં એક પિતા અને પરિવાર રાહ જોતો રહી ગયો અને ઘરે સીધી અક્ષરની ડેડબોડી આવી… આ દ્રશ્યો જોઇને પરિવાર આક્રંદમાં ડૂબી ગયો…
અમદાવાદમાં અડધી રાત્રે બેફામ બનેલી કાર લોકોના ટોળા પર ફરી વળતા 9 લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા..જેમાં બોટાદના કૃણાલ, રોનક અને અક્ષયનો ભોગ લેતા સમગ્ર બોટાદ શોકમગ્ન બન્યું છે. નિલભાઈ પટેલ પોતાનો એકનો એક દીકરો ગુમાવી નિરાધાર બન્યા છે. અક્ષર અમદાવાદમાં MBA ના અભ્યાસ માટે એડમિશન લેવા માટે આવ્યો હતો.
ત્યારે મિત્ર કૃણાલ અને રોનક સાથે રાત્રે ચા પીવા માટે ઈસ્કોન આવ્યો હતો. ત્યારે અકસ્માત સર્જાતા ત્રણેય મિત્રો મદદ માટે ગયા હતા. પરંતુ ત્યારે તથ્ય પટેલની બેકાબૂ બનેલી કાર આવી અને તેમના ઉપર ચડી ગઈ હતી. ત્યારે ત્રણેય મિત્રોના મોતથી પરિવારજનો આક્રંદ સાથે રોષ ઠાલવી રહ્યા છે. પરિવારજનો કહી રહ્યા છે અમે સહાયનું શું કરીએ. સરકાર અમારો લાડકવાયો પાછો લાવી આપે તો અમે સામે રૂપિયા આપીશું. અમારે ફુલ જેવા બાળકોનો ભોગ લેનારને જાહેરમાં જ ફાંસીની સજા આપવી જોઈએ.
પપ્પા અહીં વરસાદ છે.. હું સાજે નહીં સવારે આવીશ… આ શબ્દો સાંભળતા પિતાને હાશકારો થયો.. પરંતુ બોટાદમાં એક પિતા અને પરિવાર રાહ જોતો રહી ગયો અને ઘરે સીધી અક્ષરની ડેડબોડી આવી… આ દ્રશ્યો જોઇને પરિવાર આક્રંદમાં ડૂબી ગયો… અમદાવાદમાં ઇસ્કોન હાઇવે પર બનેલી દુર્ઘટનામાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા.. જેમાં બોટાદના 3 યુવાનો સામેલ છે… બોટાદમાં મૃત અક્ષર પટેલના ઘરે અમારી ટીમ પહોંચી ત્યારે પરિવારનું હૈયાફાટ રુદન સાંભળીને સૌ કોઇ રડી પડ્યા…. પરિવારની એક જ માગ છે કે, સરકાર આરોપીને ફાંસી આપે અથવા તો દિકરાની જીવની સામે દિકરો આપે… અમદાવાદમાં ગઈ કાલે મોડી રાત્રે બનેલ અકસ્માતમાં 9 લોકોના ઘટના સ્થળે મોત થયા હતા. જેમાં ત્રણ યુવાનો બોટાદના હતા. કૃણાલ, રોનક અને અક્ષય, જે ત્રણેય યુવાનોની ગઈ કાલે અંતિમ વિધિ કરવામાં આવી હતી.
મૃતક અક્ષરના માતા પિતા અને પરિવારના સભ્યોએ હૈયાફાટ રુદન કરતા આક્રોશ ઠાલવ્યો હતો કે, લાખો રૂપિયાને શુ કરવાં છે અમે સરકારને કહીએ છીએ અમારો લાડકવાયો પાછો આપો. અમે સરકારને રૂપિયા આપીશું. પોતાના શોખ માટે થઈ નિર્દોષ લોકોના જીવ લેનાર નરાધમને અમારી સામે જાહેરમાં ફાંસી આપવાની માંગ કરી હતી અને આ નરાધમ તથ્ય પટેલની ગાડીમાં છોકરીઓ અને ડ્રગ્સ તેમજ દારૂ પણ સાથે હોવાનું પરિવારના સભ્યોએ આક્ષેપ કર્યો હતો. તાત્કાલિક આકરામાં આકરી ફાંસીની સજા આપવાની માંગ કરી હતી