Connect with us

Botad

સાળંગપુરના ભીંતચિત્રોને કાળો રંગ કરનાર હર્ષદ ગઢવીના કેસમાં સિક્યોરિટીનો ઘટસ્ફોટ

Published

on

Security revelations in the case of Harshad Gadhvi, who painted Salangpur murals black

પવાર – બુધેલીયા

  • ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ, સિક્યોરિટી ગાર્ડે વીડિયો કર્યો વાયરલ, સિક્યોરિટી ગાર્ડના દાવાથી વિવાદ ; “જાણી જોઇને ફરિયાદી નથી બન્યો”

સાળંગપુર કષ્ટભંજન દેવ મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને કહ્યું કે, મારી જાણ બહાર મને ફરિયાદી બનાવી દીધો છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્રોનો વિવાદ વકર્યો છે. વિવાદિત ભીંતચિત્રોને લઈને સાધુ-સંતો, મહંતો, ભક્તો અને હિન્દુ સંગઠનોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. સાળંગપુર મંદિરમાં હનુમાનજીના ભીંતચિત્ર વિવાદમાં વધુ એક વિવાદ સામે આવ્યો છે. મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો જાહેર કરીને ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ભૂપત ખાચરના વીડિયોને લઈને ભારે ખળભળાટ મચી ગયો છે.

Security revelations in the case of Harshad Gadhvi, who painted Salangpur murals black

સાળંગપુરમાં ભીંતચિત્રો પર કાળો કલર લગાવનાર સામેના કેસમાં ફરિયાદી બનેલા મંદિર પરિસરના સિક્યુરિટી ગાર્ડ ભૂપત ખાચરે વીડિયો વાયરલ કર્યો છે. જેમાં તેઓ જણાવે છે કે, બે દિવસ પહેલાં હર્ષદભાઈ ગઢવીનો બનાવ બનેલો ત્યાં મારો સિક્યોરિટીનો પોઈન્ટ હતો, ત્યારબાદ મંદિરના ઓફિસમાં બોલાવીને પૂછપરછ કરવામાં આવી હતી. જે બાદ મારી પાસે એક સહીં લેવામાં આવી હતી.’ તેઓએ કહ્યું કે, ‘જે બાદ સાંજે હું નોકરી પૂરી કરીને ઘરે ગયો, સવારે મને સોશિયલ મીડિયાના માધ્યમથી જાણવા મળ્યું કે આ કેસમાં મને ફરિયાદી બનાવવામાં આવ્યો છે. હું ચારણ સમાજ અને અન્ય સમાજને જણાવવા માગું છું કે મને મારી જાણ બહાર આ કેસમાં ફરિયાદી તરીકે ઉમેરવામાં આવ્યો છે. આમાં હું કંઈ જાણ તો નથી, હું નિર્દોષ છું.’

Continue Reading
Advertisement
error: Content is protected !!