Connect with us

Botad

ગીરના સાવજનો બદલો : મને છંછેડશો તો હું પણ તમને નહિ છોડું, ઢસાના અનિડા ગામે સિંહનો હુમલો

Published

on

Revenge of Gir's cousin: If you tease me, I will not leave you too, lion attack in Anida village of Dhasa

રઘુવીર મકવાણા – હરેશ પવાર

ઢસાના માંડવા ગામના યુવાન પર સિંહે હુમલો કર્યો… અજીતભાઈ નામના યુવાન પર સિંહે કર્યો હુમલો… ઈજાગ્રસ્તને 108ની મદદથી સારવાર માટે ખસેડાયો…

ઢસાના અનિડા ગામે સીમ વિસ્તારમાં સિંહના હુમલાની ઘટના બની છે, જેને લઇ વન વિભાગના ઉચ્ચ અધિકારી સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો છે. જ્યારે ઇજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. અહીં સિંહનુ લોકેશન હોવાનુ વન વિભાગના અધિકારીએ પુષ્ટિ કરી છે અને ડોક્ટરની ટીમ બોલાવેલી છે. માનવભક્ષી સિંહને રેસ્ક્યૂ કરવાની કામગીરી હાથ ધરાઈ છે તેવું વન વિભાગના અધિકારીઓએ જણાવ્યું.

Revenge of Gir's cousin: If you tease me, I will not leave you too, lion attack in Anida village of Dhasa

ત્યારે આ વચ્ચે એક રસપ્રદ બાબત સામે આવી છે.  છેલ્લા ઘણા દિવસોથી બોટાદ જિલ્લામાં પણ સિંહના આંટાફેરા જોવા મળી રહ્યા હતા. ભાવનગર જિલ્લાના સિહોર પાલીતાણા, મહુવા, તળાજા અને ગારીયાધાર વિસ્તારમાં વિસ્તારમાં મોટી સંખ્યામાં સિંહનો વસવાટ છે. જોકે હવે સિંહે તેનો વિસ્તાર વધાર્યો હોય તેમ થોડા દિવસોથી બોટાદ જિલ્લાના ગઢડા આજુબાજુના ગ્રામ્ય પંથકમાં પણ સિંહના સગડ મળી રહ્યા છે. થોડા દિવસો પહેલા ગઢડા નજીકનો સિંહનો વીડિયો વાયરલ થયો હતો. જોકે આજે સિંહે એક વ્યક્તિ પર હુમલો કર્યા હોવાની ઘટના સામે આવી છે. આમ તો સામાન્ય સંજોગમાં સિંહ માનવ જાત પર હુમલો કરતા નથી. પરંતુ તેની પજવણી કે ખાસ સંજોગમાં સિંહ માણસ પર હુમલો કરતા હોય છે.

Revenge of Gir's cousin: If you tease me, I will not leave you too, lion attack in Anida village of Dhasa

ત્યારે ઢસા નજીકના અનિડા ગામની સીમ વિસ્તારમાં સિંહને જોઈને કેટલાક લોકોએ બૂમરાણા પાડી સિંહની પજવણી કરી હતી, જે અંગેનો વીડિયો પણ વારયલ થયો છે. જ્યારે આજ વિસ્તારમાં સિંહે એક વ્યક્તિ પર હુમલો કરતા તેને ઇજા પહોંચી હતી. આ ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. તેમજ ઘટનાના પગલે બોટાદ અને ભાવનગરના વન વિભાગના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચ્યા છે અને સિંહની શોધખોળ આદરી છે. સિંહનું લોકેશન અહીં હોવાનુ વન વિભાગના અધિકારીએ પુષ્ટિ કરી છે અને ડોક્ટરની ટીમ બોલાવેલી છે. જેના બાદ રેસક્યૂ ઓપરેશન શરૂ થશે. માનવભક્ષી ડાલામથ્થાને પકડી પડાશે તેવુ ડીએસએફ આયુશ વર્માએ જણાવ્યું.

Advertisement
error: Content is protected !!