Botad
રથયાત્રા માટે ગઢડામાં પોલીસનું જબરદસ્ત રિહર્સલ : અધધ પોલીસ કાફલો ઉતર્યો
રઘુવીર મકવાણા
અષાઢી બીજે ભગવાન જગન્નાથ નગરચર્યાએ નીકળે તે પહેલાં કોઈ જ પ્રકારનો અનિચ્છનીય બનાવ ન બને તે માટે ગઢડામાં પોલીસના ધાડેધાડા ઉતારી દેવાયા ; એસપી ડીવાયએસપી સહિતના ઉચ્ચ અધિકારીઓ રિહર્સલમાં સામેલ, પોલીસની અલગ-અલગ ટીમો પણ જોડાઈ
ગઢડામા રાજ્યના ત્રીજા નંબરની નીકળનારી ભગવાન શ્રી જગન્નાથજી ની ૩૦ મી રથયાત્રાને લઈને જિલ્લા પોલીસ વડા સહિતના પોલીસ દ્વારા રથયાત્રાના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી. ગઢડામા યોજાનારી ૩૦ મી રથયાત્રામાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ૧ ડિવાયેસપી, ૨ પીઆઈ, ૩ પીએસઆઈ, ૮૦ પોલીસ, ૧૨૦ ટીઆરબી, હોમગાર્ડ, જીઆરડી, લાઈવ બોડી કેમેરા સજ્જ પોલીસ મળી કુલ ૨૦૫ જેટલા પોલીસ રથયાત્રામાં ખડેપગે રહે છે.
અષાઢી બીજના દિવસે બોટાદ જિલ્લાના ગઢડામા રાજ્યનાં ત્રીજા નંબરની ભગવાન શ્રી જગન્નાથજી ની ભવ્ય રથયાત્રા છેલ્લા ૨૯ વર્ષ થી યોજાય છે ત્યારે આગામી ૨૦ મી જુને ગઢડા ખાતે ૩૦ મી રથયાત્રા યોજાવાની છે જે અનુસંધાને તકેદારીના ભાગરુપે અને શાંતિમય વાતાવરણમાં રથયાત્રા યોજાય તે માટે બોટાદ જિલ્લા પોલીસ વડા, ડિવાયેસપી, પીઆઈ, એલસીબી, એસઓજી સહિતના પોલીસ કાફલા સાથે ગઢડામા યોજાનાર રથયાત્રા ના રૂટ પર ફ્લેગમાર્ચ યોજી હતી.
જ્યારે ગઢડામા યોજાનાર ભગવાન શ્રી જગન્નાથજી રથયાત્રા દરમ્યાન ૧ ડિવાયેસપી, ૨ પીઆઈ, ૩ પીએસઆઈ, ૮૦ પોલીસ, લાઈવ બોડી કેમેરા સજ્જ પોલીસ, ૧૨૦ હોમગાર્ડ, ટીઆરબી, જીઆરડી સહિત ૨૦૫ જેટલા પોલીસ સતત રથયાત્રા દરમ્યાન ખડે પગે રહેશે.