Botad
ગઢડાના લાખણકા ગામની પ્રાથમિક શાળાના શિક્ષક મનીષ જેઠવા ખરા અર્થમાં કેવાય વિદ્યાના સરસ્વતી
રઘુવીર મકવાણા
સરકાર દ્વારા ભણશે ગુજરાતના સ્લોગનો રાખવામાં આવ્યા છે પણ સરકારની પ્રાથમિક શાળાના શિક્ષકે વિદ્યાર્થીઓમાં શિક્ષણ પ્રત્યે વધુ જગૃતીઓ આવે તેવા નિર્દોષ પ્રયાસો થકી વિદ્યાર્થી બાળકોને જ્ઞાન સાથે ગમ્મત અને શિક્ષણનો સરકારની અભિગમ ખરા અર્થમાં સાર્થક સાબિત કરવા કમર કસી હોય તેમ ગઢડા તાલુકાના લાખણકા ગામના શિક્ષક મનીષ જેઠવા એ ગામની દીવાલો પર ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી માધ્યમમાં ગામની દીવાલો બોલે તેવા સૂત્રો લખીને ગામને રંગીન સાથે શિક્ષણ ની લગની બાળકોમાં ઊભી થવાનો પ્રયાસ કર્યો છે
આ છે ગઢડા તાલુકા નું લખણકા ગામની ચારેતરફ દીવાલો રંગેબેરાંગી સ્લોગનો લખીને શિક્ષણના વ્યાપને આગળ ધપાવવાનો નવતર પ્રયાસ લખણકા પ્રાથમિક શાળાના શિક્ષક મનીષ જેઠવા એ કર્યો છે લાખણકા ગામની પ્રાથમિક શાળામાં ફરજ બજાવતા શિક્ષકે ગામની દીવાલો પર સ્લોગનો માં ગણિત, વિજ્ઞાન અને અંગ્રેજી માધ્યમ ના સૂત્રો અને સુવાક્યો સાથે બાળકો સ્કૂલ સમય બાદ રમત ગમતની પ્રવુતિઓ શેરી ગલીઓમાં કરતા સમયે પણ શિક્ષણ નો લગાવ જારી રહે તેવો સુંદર વિચાર સાર્થક સાબિત થયો ને ગામની દીવાલો સુશોભિત તો થઈ સાથે બાળકોને જ્ઞાન પણ મળી રહે
તેવું સરકારનું ભણશે ગુજરાત નો અભિગમ ખરા અર્થમાં સાર્થક સાબિત મદદનીશ શિક્ષક મનીષ જેઠવા એ કર્યો છે શિક્ષક મનીષ જેઠવાએ જણાવ્યા મુજબ લાખણકા ગામની 60 જેટલી દીવાલો પર અત્યારે પેન્ટિંગ કર્યું છે અને હજુ 100 જેટલી દીવાલો પર પેઈન્ટિંગ કરવાના છે અને કોરોના કાળમાં જેવી રીતે વિદ્યાર્થીઓ નો જે અભ્યાસ બગડ્યો છે
તેને લઈને શિક્ષકને આ વિચાર આવ્યો અને દીવાલ પેન્ટીગ શરૂ કર્યું ને હજુ પણ આ શિક્ષણને વ્યાપ ને આગળ વધારવાનો ધ્યેય મનીષ જેઠવા રાખી રહ્યા છે. લાખણકા ગામના વિદ્યાર્થીઓ માટે પાયાનું મજબૂત જ્ઞાન મળી રહે તેવા શિક્ષકના સુંદર વિચારો દીવાલો પર ચરિતાર્થ થયા હોય ને લાખણકા લોકોએ આ શિક્ષકની કામગીરી ગામને શિક્ષણ સર્થકના સૂત્રોથી ચાર ચાંદ લગાવનારા મનીષ જેઠવા ને સ્થાનિકોએ બિરદાવ્યા છે