Botad
કેનાલમાં ન્હાવા પડેલા બોટાદના ચાર યુવકો તણાયા, ૩ની લાશ મળી, ૧ની શોધખોળ શરૂ
રઘુવીર મકવાણા
સેંથળી ગામની કેનાલમાં ચાર કિશોરના ડૂબી જવાથી મોત, મામલતદાર, પોલીસ અને ફાયર વિભાગનો સ્ટાફ ઘટના સ્થળે, સેંથળી ગામ નજીકનો બનાવ
બોટાદના સેંથળી ગામે ધૂળેટી પર્વની ઉજવણી કરી રહેલા ચાર કિશોર સેંથલી ગામે આવેલા કેનાલમાં નાહવા પડ્યા હતા નાહવા પડતા ની સાથે જ કેનાલમાં વહી રહેલા ઘસમસતા પાણીના પ્રવાહમાં તણાઈ જતા ચાર કિશોર ડૂબી ગયા હતા ચાર કિશોરના મૃતદેહ ટીમ દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે નાનકડા એવા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામ્ય હતી
આ બનાવવાની જાણવા મળતી વિગત મુજબ બોટાદના પાળીયાદ રોડ પર આવેલા અશોક વાટિકા ખાતે રહેતા ધ્રુવાંશ (પ્રજાપતિ) ઉ.વ.-૧૫ લક્ષ રાકેશભાઈ બોરીચા ઉ.વ.-૧૫ ધ્રુવ હસમુખભાઈ સોયા ઉ.વ.-૧૬,અંશ વિજયભાઈ ચાવડા ઉ.વ.-૧૬ ચારે મિત્રો ધુળેટીમાં રંગોથી રમી સેંથળી ગામે આવેલી કેનાલ માં નાહવા પડ્યા હતા પરંતુ કેનાલમાં વહી રહેલા ઘસમસતા પાણીમાં ગરકાવ થયા હતા દરમિયાનમાં ગ્રામજનોને જાણ થતા ફાયર બ્રિગેડ તરવૈયાની રેસ્ક્યુટી અને મામલતદાર સહિત પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો અને તરવૈયાઓની મદદ વડે ચારેયસ કિશોરના મૃતદે બહાર કાઢવામાં આવ્યા હતા. આ ઘટનાને કારણે નાનકડા એવા ગામમાં શોકની લાગણી પ્રસરી જવા પામી હતી..