Botad
સરફરોશ ફિલ્મના એ.સી.પી રાઠોડથી પ્રેરિત થઈ નક્કી કર્યું કે પોલીસ બનવું છે – બોટાદ એસપી સાથે ખાસ વાતચીત
રઘુવીર મકવાણા
અમે તમારા માટે જ છીએ : પોલીસ-પ્રજા વચ્ચેના ‘વિશ્વાસ’નો સેતુ ક્યારેય તૂટવા નહીં દઈએ ; IPS કિશોર બળોલીયા
બોટાદ પોલીસ અધિક્ષક તરીકે આજે એકવર્ષ પૂર્ણ કર્યું છે એવા એસ.પી.કિશોર બળોલિયા ની સફર જોઈએ. સપનું જોઈને તેને સાકાર કરવા માટે થઈને અથાક મહેનત પુરુષાર્થ કરવાથી સપનું સાકાર થાય જ છે તે બોટાદ આઈ.પી.એસ પોલીસ અધિક્ષક કિશોર બળોલીયા ની જીવનયાત્રા ની ઝલકમાં જોવા મળશે બોટાદમાં એસ.પી તરીકે ફરજ બજાવી રહેલા કિશોર બરોળિયા એક શિક્ષક પરિવારમાથી આવે છે. નાનપણમાં સરફરોશ ફિલ્મમાં એ.સી.પી રાઠોડનું પાત્ર જોઈને જબરા પ્રભાવિત થયા અને મનમાં ગાંઠ મારી દીધી કે જીવનમાં ઉચ્ચ પોલીસ અધિકારી તરીકે ફરજ બજાવી અને પછી શું જોવે લાગી પડ્યા મહેનત કરવા માટે અભ્યાસમાં બી.એસ.સી એમ.એસ.સી એગ્રીકલ્ચર માં પૂર્ણ કર્યો અને આ સપના ના પૂર્ણ કરવાની દોડમાં પ્રેરણા પૂરું પાડવાનું કામ એક મિત્રના પિતા પી.આઈ હતા જેમને માર્ગદર્શન પૂરું પાડ્યું અને ૨૦૦૧ માં પોલીસ ની નોકરી માટેની પ્રથમ પડાવ પાર કર્યો. પ્રથમ પી.એસ.આઈ તરીકે નોકરી મેળવી અને પોતે ફરજ ઉપર લાગી પડ્યા પરંતુ સપનું તો ઉચ્ચ પોલીસ અધિકારી બનવાનું સપનું અંદર જાગતું જ હતું અને શરૂ નોકરીમાં પણ એ મહેનત તો શરૂ જ રાખી હતી આ પી.એસ.આઈ ની ફરજ દરમિયાન ૨૦૦૬ માં રાજકોટ ફરજ દરમ્યાન કરોડો રૂપિયાની ચોરીનો ગુન્હો પોતાની એક આગવી આવડત કે ચેલેનજીગ ટાસ્ક ઉપર કામ કરવાની કુનેહ થી ગણતરી ની કલાકોમાં ગુન્હો ઉકેલી લીધો હતો.
ત્યાર બાદ ૨૦૧૧ માં આવેલી જી.પી. એસ સી ની પરીક્ષા પાસ કરીને ડી.વાય.એસ.પી તરીકે જોયેલા સપના તરફ વધુ એક ડગલું આગળ વધ્યા અને એ જ પોતાની આવડત નીતિમત્તા અને કામ કરવાની આગવી ઢબથી ડી.વાય.એસ.પી થી આઈ પી એસ થઈ ને પોલીસ બેડાંના ઉચ્ચ અધિકારીઓ ની હરોળમાં આવી ગયા. જ્યારે તેમની સાથે વાત કરતા પૂછ્યું કે કદાચ પોલીસ અધિકારી ન બન્યા હોત તો કઈ દિશામાં આગળ વધ્યા હોય ત્યારે તેમને જણાવ્યું કે તો આગળ પી.એચ.ડી પૂર્ણ કરીને રિચર્સ ક્ષેત્રમાં આગળ વધ્યો હોત. કોઈપણ ગુન્હો બને ત્યારે તેમના દ્વારા ડિટેક્શન સાથે કન્વીક્શન માં વધુ ધ્યાન આપે છે જેને લઈને વધુમાં વધુ પુરાવો તેઓ એકત્ર કરવા માટે હંમેશા પોતાની ટીમને સૂચનો આપતા રહે છે. પોતાના અભ્યાસ નો પણ પૂર્ણ ઉપયોગ પોતાની ફરજ દરમ્યાન તેઓ કરે છે. તેમનો જીવનનો ગોલ એક અધિકારી તરીકે એજ બન્યો છે કે પ્રજાને સુરક્ષિત જીવન મળે તેવા જ પ્રયાસો સતત કરતા રહેવાના. પોલીસમાં જેમને પોતાની કારકિર્દી બનાવવા માગતા હોય તેમના માટે પણ કિશોર બળોલીયા એ એક સંદેશ આપ્યો હતો કે પોલીસ માં ફિઝિકલ ફિટનેસ ખૂબ જરૂરી છે માટે તે ઉપર વધુ ધ્યાન આપવું અને કોઈ પણ ગમતી રમત રમતી રહેવી જોઈએ. બોટાદની જનતા ને બળોલીયા ના મોટા અનુભવ અને તેમની અલગ જ આવડત નો ખુબ લાભ મળશે તેમાં ના નહીં, તેઓએ અંતમાં ખાસ કહ્યું કે પોલીસ-પ્રજા વચ્ચેના ‘વિશ્વાસ’નો સેતુ ક્યારેય તૂટવા નહીં દઈએ અમે તમારા માટે છીએ