Connect with us

Botad

બોટાદ ; મૃતક યુવાનોના પરિવારનાં દુ:ખમાં ભાગીદાર બની જિલ્લાવાસીઓની તથ્યને ફાંસીની માંગ

Published

on

botad-the-district-residents-have-become-partners-in-the-grief-of-the-families-of-the-dead-youths-demanding-execution

રઘુવીર મકવાણા

  • મૌનરેલી થકી નવ નિદોર્ષોને શ્રદ્ધાંજલી
  • બોટાદ જિલ્લાના સર્વ સમાજના લોકોએ 2 કિમી મૌન રેલી યોજી હતી, સરકારી હાઈસ્કૂલના મેદાનમાંથી નિકળેલી રેલી બે કિમી ફરી માર્કેટિંગ યાર્ડે સમાપ્ત થઇ

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર અકસ્માતમાં અકાળે મૃત્યુ થનારા 9 નિર્દોષ લોકોને શ્રદ્ધાંજલિ અર્થે સમગ્ર બોટાદ જિલ્લાના સર્વ સમાજના લોકોએ 2 કિમી મૌન રેલી યોજી હતી. આ અકસ્માતમાં બોટાદના ત્રણ વિદ્યાર્થીઓનો સમાવેશ થાય છે. ત્યારે બોટાદની સરકારી હાઈસ્કૂલના મેદાનમાંથી નિકળેલી રેલીમાં મૃતકના પરિવારના સભ્યો સહિત સમાજિક આગેવાનો મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા.

botad-the-district-residents-have-become-partners-in-the-grief-of-the-families-of-the-dead-youths-demanding-execution

આ મૌનરેલી સરકારી હાઈસ્કૂલથી નીકળી શહેરના મુખ્ય માર્ગો ટાવરરોડ, દીનદયાળ ચોક, હવેલીચોક, પાળીયાદ રોડ થઈ માર્કેટિંગ યાર્ડ ખાતે સમાપ્ત થઈ હતી. મૃતકના આત્માની શાંતિ માટે જિલ્લાના લોકોએ શ્રદ્ધાંજલિ આપી પરિવારના દુઃખમાં ભાગીદાર થયા હતા. આ રેલીમાં હાજર જિલ્લા વિશ્વહિન્દુ પરિષદ પ્રમુખ સતુભાઈ ધાધલે સરકાર દ્વારા ચાર લાખની સહાયના બદલામાં પરિવારના સભ્યને સરકારી નોકરી આપવા અને દોષિતને કડક સજા કરવામાં આવે એવી તેવી માંગ કરી હતી.

botad-the-district-residents-have-become-partners-in-the-grief-of-the-families-of-the-dead-youths-demanding-execution

મૃતકોના પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપો

ઇસ્કોનબ્રીજ ઉપર અકસ્માત થયો એ અહીત કૃત્ય છે. તથ્ય દ્વારા બેકાબુ ગાડી ચલાવી 9 લોકોના મોત થયા છે ત્યારે બોટાદના ત્રણ નવયુવાન પટેલ પરિવારના વિદ્યાર્થીઓના આ અકસ્માતમાં મૃત્યુ થયા છે. જેને લઇ બોટાદ જિલ્લાના તમામ જ્ઞાતિના લોકો દ્વારા મૌનરેલી નિકાળવામાં આવી હતી. આ અકસ્માત સર્જનાર ગુનેગારને તાત્કાલીક સજા કરવામાં આવે અને અને ભોગ બનનાર પરિવારના એક સભ્યને સરકારી નોકરી આપવામાં આવે એવી અમારી માંગ છે.

Advertisement
Continue Reading
Advertisement
error: Content is protected !!