Botad
‘ચેતી જાવ, પાછા વળી જાવ’, સાળંગપુરના ભીંતચિત્રોને લઇ સનાતન ધર્મના સાધુ-સંતો ભડક્યાં
પરેશ
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વિવાદ મામલો, વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળના અધ્યક્ષ પહોંચ્યા સાળંગપુર મંદિર, વડતાલ મંદિરમાં કોર કમિટીની બેઠક મુલતવી રહી
સાળંગપુર કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર વિવાદ મામલો હવે સાધુ સંતો મેદાને આવ્યા છે અને આકરા શબ્દોમાં વિરોધ કરી રહ્યા છે. સુપ્રસિદ્ધ યાત્રાધામ સાળંગપુર કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં શરૂ થયેલો વિવાદ દિવસેને દિવસે વધી રહ્યો છે. સાળંગપુર મંદિર પરિષરમાં સ્વામી સમક્ષ હનુમાનજીનને નમસ્કાર મુદ્રામાં દર્શાવવામાં આવતા સમગ્ર વિવાદ વકર્યો હતો જે હવે મોટું સ્વરૂપ ધારણ કરે તેમ લાગી રહ્યું છે. હનુમાનજી મહારાજની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા નીચે વાંધાજનક તક્તિ હટાવવામાં નહીં આવે તો જબરો જંગ ખેલાશે. એમ કહેવું પણ વધુ પડતું નથી કે સાળંગપુરમાં ધર્મયુદ્ધના અઘોર નગારા વાગી રહ્યા છે. આવી સ્થિતિ વચ્ચેસાળંગપુર હનુમાનજી વિવાદને લઈને વડતાલ મંદિરમાં કોર કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. જે બેઠક હાલ મુલતવી રાખવામાં આવી છે. બેઠકમાં સાળંગપુરના સંતો ઉપસ્થિત નહિ રહે! આગામી દિવસોમાં સાળંગપુર વિવાદ મામલે બેઠકનો નિર્ણય લેવાશે. બીજી તરફ વડતાલ બેઠકમાં કોર કમિટીના સાત સભ્યો હાજર રહેશે.
મોરારિબાપુએ સાળંગપુર મંદિર વિવાદ મામલે નિવેદન આપ્યું
મંદિરનો વિવાદ હવે આસમાને પહોંચ્યો છે. આવી સ્થિતિ વચ્ચે કથાકાર મોરારિબાપુએ સાળંગપુર મંદિર વિવાદ મામલે નિવેદન આપ્યું છે. મોરારિબાપુએ કહ્યું કે, હનુમાનજીને સેવા કરતા બતાવવા એ અયોગ્ય છે. વધુમાં તેણે કહ્યું કે, હું બોલ્યો હતો ત્યારે કોઈએ મને સાથ આપ્યો ન હતો. મોરારિબાપુએ સમાજને આ બાબતે જાગૃત થવાની પણ ટકોર કરી છે.
બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ કહ્યું …
બીજી તરફ આ વિવાદને લઈને બરવાળા લક્ષ્મણજી મંદિરના મહંત મહામંડલેશ્વર જગદેવદાસ બાપુએ પણ પ્રતિક્રિયા આપી છે. તેઓએ કહ્યું કે સેવક તરીકેની પ્રતિમા યોગ્ય નથી આ ઘટનાને નિંદનીય છે. તેમ કહી આ પ્રકારની જે મૂર્તિઓ છે હટાવી લેવા બાપુએ કરી માગ છે. તેઓએ કહ્યું કે ધાર્મિક લાગણીઓનું ધ્યાન રાખવું જોઈએ આવા વિવાદમાં ન પડવું જોઈએ. વિવાદિત ભીત ચિત્રો હટાવી યોગ્ય તકતીઓ લગાવવા અંતમાં જણાવ્યું હતું.
રામેશ્વર બાપુએ પણ નિવેદન આપ્યું
સાળંગપુર મંદિર વિવાદને લઈને હવે સાધુ સંતો મેદાને આવ્યા છે. મોરારિબાપુ બાદ હવે રામેશ્વર બાપુએ પણ નિવેદન આપ્યું છે. રામેશ્વર બાપુએ કહ્યું કે આજે ઘણા લોકોએ જડતાની સાથે હનુમાનજીને સામાન્ય વ્યક્તિની જેમ દર્શાવ્યા છે. જેને પણ આ કૃત્ય કર્યુ તે જડત્વના માર્ગ પર ચાલી રહ્યાં છે. તમે જે કરવા જઈ રહ્યાં છો તે સનાતમ ધર્મની વિરૂદ્ધ છે. તેમ કહી રામેશ્વર બાપુએ જણાવ્યું કે ચેતી જાવ, પાછા વળી જાવ સનાતન ધર્મ આદીઅનાદી છે.