Connect with us

Mahuva

બજરંગદાસ બાપાની ૪૬મી પુણ્યતિથિની બુધવારે બગદાણામાં થશે ભવ્ય ઉજવણી

Published

on

bajrangdas-bapas-46th-death-anniversary-will-be-celebrated-in-bagdana-on-wednesday

દેવરાજ

  • સવારે મંગળા આરતી, ધ્વજા રોહણ, ગુરૂપૂજન તેમજ નગરયાત્રાનું આયોજન : રાજ્યભરમાંથી લાખો ભાવિકો ઉમટી પડશે, તૈયારીઓને અપાઈ આખરી ઓપ

લાખો આસ્થાળુંજનોના શ્રદ્ધાના કેન્દ્ર સમાન સદગુરુદેવ બજરંગદાસ બાપાના ધામ બગદાણા ખાતે બાપાની ૪૬ની પુણ્યતિથિ મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવાની તડામાર તૈયારીઓ થઈ રહી છે. પ્રતિ વર્ષની જેમ પોષ વદી ચોથના રોજ પૂજ્ય બજરંગદાસ બાપાની પુણ્યતિથિ બડે ધામધૂમથી ઉજવવામાં આવે છે. જેના ભાગરૂપે તા.૧૧ને બુધવારના રોજ ૪૬મી પુણ્યતિથિ મહોત્સવ ઉજવવાનું ભવ્ય આયોજન થયું છે. ગુરુ આશ્રમથી આ દિવસના ઘોષિત થયેલા કાર્યક્રમ મુજબ વહેલી સવારથી ધાર્મિક વિધિ સાથેના કાર્યક્રમો શરૂ થશે. જેમાં મંગળા આરતી સવારે ૫ થી ૫ઃ૩૦ કલાકે, ધ્વજા પૂજન સવારે ૭ઃ૩૦ થી ૮ઃ૧૫ કલાકે, ધ્વજા રોહણ સવારે ૮ઃ૧૫ થી ૮ઃ૩૦ કલાક તેમજ મહિમાપૂર્ણ ગુરુપૂજન સવારે ૮ઃ૩૦ થી ૯ઃ૩૦ કલાકે, રાજભોગ આરતી સવારે ૯ઃ૩૦ કલાકે તેમજ પૂજ્ય બાપાની રંગદર્શી નગરયાત્રા સવારે ૧૦ કલાકે શરૂ થઈને આખા બગદાણા ગામમાં ફરશે.

bajrangdas-bapas-46th-death-anniversary-will-be-celebrated-in-bagdana-on-wednesday

તેમજ બાદમાં પ્રસાદ-ભોજન વિતરણ સવારના ૧૦ કલાકથી સતત શરૂ રહેશે. પૂજ્ય બાપાની આ પુણ્યતિથિ મહોત્સવમાં મોટી સંખ્યામાં માનવ સમુદાય ઉપસ્થિત રહેવાનો હોય અહીં સર્વ ટ્રસ્ટી મંડળની દેખરેખ હેઠળ તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે, દર્શન વિભાગ, ચા-પાણી, ગોપાલગ્રામ ભોજનાલય (ભાઈઓ માટે), નવા ભોજનાલય (બહેનો માટે) તેમજ પાર્કિંગ, સુરક્ષા વગેરે વિભાગોમાં સેકડો સ્વયંસેવક ભાઈઓ બહેનો સેવા બજાવશે. દર વર્ષની જેમ વાહન પાર્કિંગ માટે પણ અલાયદી વ્યવસ્થા કરવામાં આવી છે. મહુવા તરફથી આવતા વાહનો માટે પોલીસ સ્ટેશનની બાજુમાં તેમજ તળાજા પાલીતાણા તરફથી આવતા વાહનો માટે ભગુડા ચોકડી બાજુ વાહન પાર્કિંગની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

error: Content is protected !!