Connect with us

Palitana

પાસા હેઠળ કાર્યવાહી : પાલીતાણામાં ડોલીવાળાઓ પાસેથી બળજબરીપૂર્વક ઉઘરાણા કરતા બે શખ્સોની અટકાયત કરી જેલહવાલે કરાયા

Published

on

Action under aspect: Two persons who forcibly extorted money from doliwalas in Palitana were detained and sent to jail.

Devraj

એકને રાજકોટ જેલમાં અને બીજાને ભુજની જેલમાં મોકલવામાં આવ્યો

પાલીતાણા,ડોલી કામદાર યુનિયનનાં સભ્યો પાસેથી બળજબરીપુર્વક નાણાં ઉઘરાવવાની ગેરકાયદેસર પ્રવૃતિઓમાં સંડોવાયેલ બે માથાભારે શખ્સોની ભાવનગર એલસીબીએ પાસા હેઠળ અટકાયત કરી રાજકોટ મધ્યસ્થ જેલ અને ભુજની ખાસ જેલમાં મોકલી આપ્યા છે. પાલીતાણા ખાતે આવેલ શેત્રુંજય પર્વત ઉપર દર્શનાર્થીઓને પર્વત પર લઇ જવા તથા નીચે લાવવા માટે ડોલીવાળા તરીકે કામ કરતાં કામદારોનું પાલીતાણા ડોલી કામદાર યુનિયન બનાવવામાં આવેલ.

Action under aspect: Two persons who forcibly extorted money from doliwalas in Palitana were detained and sent to jail.

જે યુનિયનનાં સભ્યો પાસેથી છેલ્લાં વીસેક વર્ષથી બળજબરીપુર્વક નાણાં ઉઘરાવવાની ગેરકાયદેસર પ્રવૃતિઓ કરતાં મનાભાઇ ભોપાભાઇ રાઠોડ તથા તેનાં ભાઇ લાલાભાઇ ભોપાભાઇ રાઠોડ રહે.બંને પાલીતાણા કરતાં હોવાની અલગ-અલગ બે ફરિયાદો પાલીતાણા ટાઉન પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલ હતી.

આ ગુન્હાઓમાં સંડોવાયેલા મનાભાઇ ભોપાભાઇ રાઠોડ ઉ.વ.50, લાલાભાઇ ભોપાભાઇ રાઠોડ ઉ.વ.47 લોકલ ક્રાઇમ બ્રાન્ચ દ્રારા ઉપરોકત ગેરકાયદેસરની પ્રવૃતિઓમાં સંડોવાયેલ બંને માથાભારે શખ્સો વિરૂધ્ધ પાસા અંગેની દરખાસ્ત તૈયાર કરી જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગર તરફ મોકલી આપવામાં આવેલ હતી. જે અંગે જીલ્લા મેજીસ્ટ્રેટ ભાવનગરએ ઉપરોકત બંને શખ્સો વિરૂધ્ધ કરવામાં આવેલ દરખાસ્ત માન્ય રાખેલ. જે બંને શખ્સોને પાસા વોરંટની બજવણી કરી અટકાયત કરવામાં આવેલ છે. મધ્યસ્થ જેલ, રાજકોટ ખાતે જેલ હવાલે કરવામાં આવ્યા હતા.

Advertisement
error: Content is protected !!