Connect with us

Sihor

સિહોર તાલુકાના ઈશ્વરિયાની સીમમાં હિંસક પ્રાણી દ્વારા રોઝ પશુના મારણથી ખેડૂતોમાં ચિંતા

Published

on

Worry among farmers due to killing of wild animals in Ishwariya area of Sihore taluk

દેવરાજ

સિહોર વનવિભાગ દ્વારા સંબંધિત કાર્યવાહી શરૂ

સિહોર નજીક આવેલ ઈશ્વરિયાની સીમમાં કોઈ હિંસક પ્રાણી દ્વારા રોઝ પશુના મારણના બનાવથી ખેડૂતોમાં ચિંતા પ્રસરી છે. આ દરમિયાન સિહોર વનવિભાગ દ્વારા સંબંધિત કાર્યવાહી શરૂ થતાં રાહત રહી છે. ખેતીવાડી અને અન્ય પંથકમાં સિંહ દીપડા જેવા હિંસક પ્રાણીઓના વધતા હુમલાઓના કિસ્સામાં આજે સિહોર તાલુકાના ઈશ્વરિયાની સીમમાં શ્રી લક્ષ્મણભાઈ ગોળકિયાની વાડીના શેઢે ઝાડીમાં એક રોઝ પશુના મારણના બનાવથી આ વિસ્તારના ખેડૂતો તેમજ પશુપાલકોમાં ચિંતા પ્રસરી છે.

Worry among farmers due to killing of wild animals in Ishwariya area of Sihore taluk

આ અંગે અહીંના કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિતે વનવિભાગને જાણ કરી હતી. આ દરમિયાન સણોસરા, કૃષ્ણપરા, ઈશ્વરિયા વગેરે આજુબાજુના ગામોમાં સીમ વિસ્તારમાં આવા કિસ્સા સામે આગમચેતી રૂપ કાર્યવાહી સિહોર વનવિભાગ કચેરીના અધિકારી શ્રી સોલંકી અને સંબંધિત કર્મચારીઓ દ્વારા શરૂ થયેલ છે. જો કે આ અધિકારી દ્વારા જણાવાયા મુજબ આવા પ્રાણીઓ અંગે સાવચેત રહેવા તેમજ કોઈ અફવાથી દૂર રહેવા અનુરોધ કરાયો છે.

Advertisement
error: Content is protected !!