Sihor
છેવાડાના માનવીનો વિકાસ થાય તે માટે રાજ્ય સરકાર કટિબદ્ધ છે ; ભરતભાઇ મેર

પવાર
સામાજિક ન્યાય સપ્તાહના ભાગરૂપે સિહોર યુવા ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે કેરિયર કાઉન્સેલિંગ અને સર્વ રોગ નિદાન કેમ્પ યોજાયો
રાજ્ય સરકાર દ્રારા એક સપ્તાહ સુધી સામાજિક ન્યાય સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે.જે અન્વયે આજે સિહોર ખાતે યુવા ભાજપ દ્વારા ટાઉનહોલ ખાતે કેરિયર કાઉન્સેલિંગ અને સર્વ રોગ નિદાન કેમ્પ શહેરના ટાઉનહોલ ખાતે યોજાયો હતો આજે યોજાયેલા કાર્યક્રમમાં નિદાન કેમ્પમાં લોકોએ મોટી સંખ્યામાં ભાગ લીધો હતો તેમજ કેરિયર કાઉન્સેલિંગ કાર્યક્રમ પણ યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ તકે જીલ્લા મહામંત્રી ભરતભાઈ મેર, દિગ્વિજયસિંહ ગોહિલ, પ્રદેશ યુવા મોરચાના પ્રમુખ પ્રશાંતભાઈ કોંરાટ, પ્રદેશ યુવા ઉપપ્રમુખ હરેન્દ્રસિહ્ ગોહિલ, મનીષભાઈ સંઘાણી, જીલ્લા યુવા મોરચાના પ્રભારી ચંદ્રજિતસિંહ ચુડાસમા, જીલ્લા યુવા પ્રમુખ નીરવ જોષી, પ્રદેશ આમંત્રિત કારોબારી સભ્ય મલયભાઇ રામાનુજ સહિતનાઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમ વેળાએ ભરતભાઇ મેરે આ અવસરે જણાવ્યું કે, રાજ્ય સરકારે સુશાસન થકી છેવાડાના માનવીની વ્યથા-પીડાને વાચા આપી છે.
સમાજના છેવાડે રહેલાં વ્યક્તિને સરકારી યોજનાઓ કાગળ પર નહીં પરંતુ વાસ્તવમાં સાકાર બની તેમના ઘરે દસ્તક આપે તે સાચું સુશાસન છે. રાજ્ય સરકારે સંવેદનશીલ નેતૃત્વ દ્વારા સમાજનો કોઈ પણ વ્યક્તિ પછાત ન રહે, નબળો ન રહે, તે રીતે વિકાસ કર્યો છે અને તે દ્વારા છેવાડાના માનવીનું કલ્યાણ કર્યું છે. રાજ્ય સરકાર દ્વારા વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના નેતૃત્વમાં માં ભારતીને પરમ વૈભવના શિખરે લઈ જવાનો યજ્ઞ આદર્યો છે.
તેના ભાગરૂપે જ આજે છેલ્લાં એક અઠવાડિયાથી રાજ્યમાં સુશાસન સપ્તાહની ઉજવણી કરવામાં આવી રહી છે. રાજ્ય સરકાર ખૂબ સંવેદનશીલતાથી કાર્ય કરી રહી છે અને રાજ્યની સામાન્ય જનતાને કઈ રીતે વધુમાં વધુ ઉપયોગી થઇ શકાય તે દિશામાં પગલાં લઈને સર્વતોમુખી પગલાં લઈ રહી છે. તેમણે સ્વચ્છતા અને જીવનનો ભાગ બનાવી શહેરમાં સ્વચ્છતા જાળવવા સાથે સ્વસ્થતા કેળવી તંદુરસ્ત સમાજ નિર્માણમાં જોડાવા માટેની હાકલ કરી હતી.