Connect with us

Sihor

સિહોરમાં આગામી 2 રવિવાર મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ

Published

on

Next 2 Sunday Voter Brief Reform Program in Sihore

પવાર

દરેક મતદાન મથકે બુથ લેવલ ઓફિસર કામગીરી કરશે ; મતદારયાદીમાં નામ નોંધાવવુ, નામ કમી કરવુ, સરનામુ સુધારવુ સહિતની કામગીરી હાથ ધરાશે 

ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા.૧૬ એપ્રિલ-૨૦૨૩ને રવિવાર અને તા.૨૩ એપ્રિલ-૨૦૨૩ને રવિવારના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં દરેક મતદાન મથક ખાતે યોજાશે. શહેર અને જિલ્લાના દરેક મતદાન મથક પર આગામી બે રવિવાર બીએલઓ મતદાર સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ અંતર્ગત કામગીરી કરશે. તા. ૦૧ એપ્રિલ-૨૦૨૩ની લાયકાતની તારીખના સંદર્ભમાં ફોટાવાળી મતદાર યાદીની ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ તા. ૫ થી ૨૩ એપ્રિલ સુધી જાહેર કરવામાં આવેલ છે. જેમાં લાયકાત ધરાવનાર કોઈ નાગરિકનું મતદારયાદીમાં નામ દાખલ કરવું બાકી હોય આ કાર્યક્રમમાં નિયત નમૂના ફોર્મ નં. ૬ ભરીને રજૂ કરી શકે છે.

Next 2 Sunday Voter Brief Reform Program in Sihore

આ કાર્યક્રમમાં તા. ૧/૪/૨૦૨૩નાં રોજ કે તે પહેલા જેમનાં ૧૮ વર્ષ પૂરા થયા છે એટલે કે જેનો જન્મ તા. ૧/૪/૨૦૦૫ કે તે પહેલાં થયો હોય તેમના તેમજ જેઓના તા. ૧/૧૦/૨૦૨૩નાં રોજ કે તે પહેલાં જેમનાં ૧૮ વર્ષ પૂર્ણ થતાં હોય એટેલે કે જેનો જન્મ તા. ૧/૧૦/૨૦૦૫ કે તે પહેલાં થયો હોય તેઓ પણ પોતાનું નામ મતદારયાદીમાં નોંધવા ફોર્મ નં. ૬, નામ કમી માટે ફોર્મ નં.૭, ફોટો/વિગતો સુધારવા માટે, સ્થળ ફેરફાર માટે  ફોર્મ ન.૮, આધારકાર્ડ લીંક માટે ફોર્મ ૬(ખ) ફોર્મ્સ ઓનલાઇન/ઓફલાઇન, વોટર હેલ્પલાઈન એપ, વોટર ઇસીઆઈ જીઓવી ઈનમાં દાખલ કરી શકાશે. ભારતના ચૂંટણીપંચ દ્વારા ખાસ ઝુંબેશ અંતર્ગત આગામી તા. ૧૬/૪/૨૦૨૩ (રવિવાર) અને તા.૨૩/૪/૨૦૨૩ (રવિવાર)ના રોજ સવારે ૧૦.૦૦ થી સાંજે ૫.૦૦ કલાક દરમિયાન જિલ્લાના તમામ વિધાનસભા મતવિભાગોમાં દરેક મતદાન મથક ખાતે બુથ લેવલ ઓફિસર ઉપસ્થિત હશે. જ્યાં મતદારયાદીમાં મતદાર તરીકે નોંધણી કરાવવા માટે ફોર્મ ભરીને સ્થળ પર રજૂ કરી શકાશે.

Advertisement
error: Content is protected !!