Mahuva
મહુવા સ્વામિનારાયણ મંદિરે દર્શન કરતા કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રી કીરેન રિજીજુ
મહુવા ખાતે સ્વામિનારાયણ મંદિર ખાતે કેન્દ્રીય કાયદા અને ન્યાયમંત્રીશ્રી કીરેન રિજીજુ એ દર્શન કરી ધન્યતા અનુભવી હતી.
કેન્દ્રીય મંત્રી શ્રી એ સ્વામી નારાયણ મંદિર ખાતે નીલકંઠવર્ણી ને જળાભિષેક કરીને દર્શન કર્યા હતા. તેમજ રક્ષાપોથી બાંધી હતી.
મંત્રી શ્રી એ મંદિર પરિસરમાં દર્શન કરી સ્વામી શ્રી વિનમ્ર મુની સ્વામી તથા શ્રી યોગી જીવન સ્વામી સાથે આઘ્યાત્મિક વાર્તાલાપ પણ કર્યો હતો.
આ તકે સાંસદ શ્રીમતી ડો.ભારતીબેન શિયાળ, સામાજિક ન્યાય અને અધિકારીતા મંત્રી શ્રી આર. સી. મકવાણા, જિલ્લા ભા.જ.પ.પ્રમુખશ્રી મુકેશભાઈ લંગાળીયા સહિત મહુવાના રાજકીય આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતાં.
કૌશિક શીશાંગીયા