Connect with us

Mahuva

મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં વન્યપ્રાણી સપ્તાહની ઉજવણી કરાઇ

Published

on

Wildlife Week was celebrated at Kumban Central School of Mahuva Taluk

વન્ય પ્રાણીઓની સુરક્ષા અને સંવર્ધન માટે ઘણાં કાયદાઓ બનાવેલા છે. જંગલના પ્રાણીઓ હેરાનગતિના કારણે શહેરી વિસ્તારમાં આંટાફેરા કરવા લાગ્યા છે. આવા જંગલના પ્રાણી પ્રકૃતિના ખોળે સલામત રહે તેવા ઉમદા હેતુથી મહુવા તાલુકાની કુંભણ કેન્દ્રવર્તી શાળામાં વન્ય પ્રાણી સપ્તાહ ૨ ઓક્ટોબરથી ૮ ઓક્ટોબર સુધી ઉજવવામાં આવ્યું.

Wildlife Week was celebrated at Kumban Central School of Mahuva Taluk
તેમાં બાળકો વન્ય પ્રાણી ,જંગલની વનસ્પતિ અને જંગલના પ્રાણીની સલામતી કેવી રીતે રાખવી તે બાબતો ઉપર ચર્ચા કરવામાં આવી. જંગલ ખાતાની પરવાનગી વગર જંગલમાં પ્રવેશ કરવો ગુનો બને છે. કોઈ પ્રાણીને હેરાન કરવા તે કાયદેસર ગુનો છે આ અંગે માહિતગાર કરાયા હતા.

Wildlife Week was celebrated at Kumban Central School of Mahuva Taluk

શાળાના પ્રાર્થના કાર્યક્રમમાં વનમિત્ર રમેશભાઈ ચૌહાણ એ વન્ય પ્રાણીને રંજાડવા નહીં તેમજ જંગલમાં અને પર્યટન સ્થળે પ્લાસ્ટિકનો કચરો ફેકવો નહીં તે બાબતે વાત કરી હતી.

Wildlife Week was celebrated at Kumban Central School of Mahuva Taluk

આ કાર્યક્રમમાં મહુવા વન્યજીવ રેન્જના સી.એસ. ભીલ, કાંતિભાઈ ભાલીયા, રાહુલભાઈ મકવાણા, રમેશભાઈ ચૌહાણ, વિશાલગીરી ગોસ્વામી, ઉપસ્થિત રહી ચિત્ર સ્પર્ધા અને નિબંધ સ્પર્ધાના વિજેતા ને ઇનામ વિતરણ કર્યું હતું.

Wildlife Week was celebrated at Kumban Central School of Mahuva Taluk

શાળાના ઇનોવેટિવ શિક્ષક દંપતી શીતલબેન ભટ્ટી અને રમેશભાઈ બારડ દ્વારા પુઠામાંથી બનાવવામાં આવેલા પ્રાણીઓના આકારો ના કટીંગ નું પ્રદર્શન ગોઠવવામાં આવ્યું હતું. શાળાના આચાર્યશ્રી જીતેન્દ્રકુમાર લાઠીદડિયા એ પ્રાસંગિક ઉદબોધન આપી વન્ય પ્રાણીની સલામતી જાળવણી માટે ઉત્તમ વિચારો રજુ કર્યા હતા. કાર્યક્રમને સફળ બનાવવા માટે મહુવા વન્ય જીવ રેન્જ સ્ટાફે અને શાળા પરીવારે ભારે જહેમત ઉઠાવી હતી.

કૌશિક શીશાંગીયા

Advertisement
error: Content is protected !!