Mahuva
મહુવા પાસે ટ્રક-ઓટો રીક્ષા અથડાતા બે શિક્ષિકા સહિત ત્રણના મોત
પવાર
- સોમનાથ હાઇવે પર સવારમાં કરૂણ અકસ્માત: જીજ્ઞાબેન અને આરજુબેન સાથે રીક્ષા ડ્રાઇવરે પણ દમ તોડયો: શિક્ષણ જગતમાં અરેરાટી
ભાવનગર નજીક મહુવા સોમનાથ હાઇવે પર સવારના સમયે ટ્રક અને ઓટોરિક્ષા વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા બે શિક્ષિકા અને રીક્ષા ચાલક સહિત ત્રણના ના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા .આ બનાવબની જાણ થતા ની સાથે જ પોલીસ કાફલો સ્થળ પર દોડી ગયો હતો. આજે સવારે સર્જાયેલા આ ગમખ્વાર અકસ્માત ની જાણવા મળતી વિગત મુજબ મહુવા ખાતે રહેતા જીજ્ઞાબેન ધામી ઉં.વ. 45 અને આરજુબેન જહીરભાઈ જલાલી ઉં.વ.42 પોતાના ઘરેથી પોતાની ફરજ બજાવવા હનુમંત સ્કૂલ ખાતે જવા માટે રવાના થયા હતા. તેઓ ઘરની બહારથી ઓટો રીક્ષા નંબર જીજે 14 વાય 1964માં સવાર થયા હતા.
આ રીક્ષા મહુવા સોમનાથ હાઇવે પર આવેલા ઉમણીયાવદર નજીક પહોંચી ત્યારે સામેથી આવી રહેલા ટ્રક સાથે ધડાકાભેર અથડાતા ચીચીયારીઓ આજુબાજુના ગામમાં ગુંજી ઉઠી હતી. અને ઓટો રીક્ષામાં સવાર બે શિક્ષિકા સહિત ઓટો રીક્ષા ચાલકના ઘટના સ્થળે જ મોત નીપજ્યા હતા. અકસ્માત સર્જાતા ની જાણ પોલીસને થતા ની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો અને મૃતદેહને પીએમ અર્થે ખસેડી ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી હતી. અકસ્માત સર્જાતા લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. આ બનાવથી મહુવાના શિક્ષણ જગતમાં શોખની લાગણી પહેલે જવા પામી છે. મહુવા પોલીસ આ અકસ્માત અંગે તપાસ ચલાવી રહી છે.