Connect with us

Botad

બોટાદ જિલ્લા મહિલા ભાજપ ઉપપ્રમુખના પુત્ર સહિત દારૂ ભરેલી કાર મૂકી ત્રણ આરોપી ફરાર

Published

on

three-accused-absconded-with-a-car-full-of-liquor-including-the-son-of-botad-district-woman-bjp-vice-president

ગઢડા શહેરમાં આવેલ બાબરપરામાં દારૂનું વેચાણ થતું હોઇ તેવી બાતમી પોલીસને મળતા દારૂનો જથ્થો ઝડપી પાડ્યો હતો. જ્યારે રેડ દરમિયાન આરોપી ફરાર થઈ ગયા હતા. આ ફરાર આરોપીઓમાં એક આરોપી ઋત્વિક મનોજભાઈ રાઠોડ છે તે જિલ્લા ભાજપ મહિલા ઉપપ્રમુખનો પુત્ર હોવાનું બહાર આવ્યું છે.બનાવ અંગેની પ્રાપ્ત થતી માહિતી અનુસાર ગઢડાનો પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો, તે દરમિયાન મળેલી પૂર્વ બાતમીના આધારે ગઢડા શહેરમાં બાબરપરા વિસ્તારમાં અલ્ટો ફોરવીલ ગાડી નંબર જીજે 03 એફડી 6639 તપાસતા જેમાં વિદેશી દારૂનો જથ્થો બોટલ નંગ 156 મળી આવતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવ અંગે કુલ ત્રણ ઈસમો સામે પોલીસ ફરિયાદી બની આગળની તજવીજ હાથ ધરવામાં આવી હતી. ગઢડા પોલીસ દ્વારા અલ્ટો ફોરવીલ ગાડી અને વિદેશી દારૂની બોટલો મળી કુલ કિંમત રૂ.1,55,500નો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો હતો.

error: Content is protected !!