Botad
સાળંગપુરધામમાં વિરાટકાય મૂર્તિનું મુખારવિંદ આવી પહોંચતા સ્વાગત

કષ્ટભજન હનુમાન મદિરમાં 54 ફૂટની વિરાટકાય મૂત નિર્માણ પામશે, સંપ્રદાયના વરિષ્ઠ સંતો અને મહંતોએ શાસ્ત્રોકત રીતે પૂજન અર્ચન અને આરતી ઉતારી, હરિભકતો ડીજેના તાલે ઝૂમી ઉઠયા
મસુપ્રસિદ્ધ સાળંગપુર કષ્ટભજન હનુમાન મદિરમાં ૫૪ ફૂટની બની રહેલી વિરાટકાય મૂતનું મુખારવિંદ આવી પહોંચતા વાજતે-ગાજતે ભવ્ય સ્વાગત કરવામાં આવ્યુ હતુ. આ પ્રસંગે સંસ્થાના સંતો અને મહંતો દ્વારા શાસ્ત્રોકત રીતે પૂજન અર્ચન કરવામાં આવ્યુ હતુ. આગામી દિવસોમાં યાત્રાધામ સાળંગપુર ખાતે આ ભવ્ય મૂતનું નિર્માણ પામશે.બરવાળા તાલુકામાં આવેલા વિશ્વવિખ્યાત યાત્રાધામ સાળંગપુરના કષ્ટભંજનદેવના મંદિરમાં કિગ ઓફ સાળંગપુર નામનો પ્રોજકેટ ચાલી રહ્યો છે જેમાં મદિર વિભાગ દ્વારા અહિયાં ૫૪ ફૂટની વિશાળ પંચધાતુની મૂત મુકવાની કામગીરી ચાલી રહી છે. આ મૂત હરિયાણાના માનસર ખાતે બની રહી છે
જેના અલગ-અલગ પાર્ટ સાળંગપુર ખાતે આવી રહ્યા છે ત્યારે આજે મૂતનું મુખારવિંદ સાળંગપુર ખાતે આવી પહોંચતા મંદિરના શાી સ્વામી ,કોઠારી સ્વામી સહિત અન્ય સંતો અને મહંતો દ્વારા તેનું દબદબાભેર સ્વાગત,આરતી કરી પૂજાવિધિ કરવામાં આવી હતી. ડી.જે,ના તાલે વાજતે ગાજતે મુખનું સ્વાગત કરવામાં આવ્યું હતું .અહિયાં હાજર રહેલા હરીભક્તો પણ ડીજેના તાલે ઝૂમી ઉઠયા અને સમગ્ર માહોલ ભકિતમય બની ગયો હતો .આગામી દિવસોમાં અહિયાં મૂતનું સંપૂર્ણ નિર્માણ થશે.તીર્થ સાળંગપુર ખાતે નવનિર્મિત થનાર આ વિરાટકાય મૂર્તિ હરિભકતોમાં ભારે આકર્ષણનું કેન્દ્ર બની રહેશે.