Connect with us

Mahuva

મહુવા તાલુકાના કળસાર ખાતે શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિમાં વિવિધ પ્રવૃત્તિમાં જોડાયા વિદ્યાર્થીઓ

Published

on

students-participated-in-various-activities-in-education-readiness-seminar-at-kalasar-of-mahuva-taluk

પવાર

  • મહુવા તાલુકાના કળસાર ખાતે કૃત્રિમ બુદ્ધિમત્તા વિષયમાં સકારાત્મક અભિગમ સમાજ માટે આશીર્વાદરૂપ – શ્રી વિશાલ ભાદાણી

કળસાર ખાતે ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં યોજાયેલ શિક્ષણ સજ્જતા સંગોષ્ઠિમાં લોકભારતીના સંશોધક વક્તા શ્રી વિશાલ ભાદાણીએ કૃત્રિમ બુદ્ધિમત્તા વિષયમાં સકારાત્મક અભિગમ સમાજ માટે આશીર્વાદરૂપ હોવાની વાત કરી. અહીંયા વિદ્યાર્થીઓ વિવિધ પ્રવૃત્તિમાં જોડાયા છે. સૌરાષ્ટ્ર લોકશાળા સંઘ દ્વારા દર વર્ષની માફક વિવિધ સંસ્થાઓમાં યોજાતી સંગોષ્ઠિ મુજબ આ વર્ષે કળસાર ખાતે ત્રિવેણી તીર્થ ઉત્તર બુનિયાદી વિદ્યાલયમાં યોજાયેલ છે, જેમાં વિવિધ લોકશાળાના વિદ્યાર્થીઓ જોડાયા છે. લોકભારતી વિશ્વવિદ્યાલયના સંશોધક વક્તા અને શિક્ષણવિદ્દ શ્રી વિશાલ ભાદાણીએ તેમના વક્તવ્યમાં કૃત્રિમ બુદ્ધિમત્તા વિષય પર ખૂબ જ હળવી રીતે સાંપ્રત અને આવી રહેલ સંશોધન તથા સામાજિક જીવન વ્યવસ્થામાં દુનિયાની સ્થિતિ વિશે વાતો કરી. તેઓએ વર્તમાન સમયના વિવિધ ક્ષેત્રોના નાયકોના ઉલ્લેખ સાથે કૃત્રિમ બુદ્ધિમત્તા વિષયમાં સકારાત્મક અભિગમ સમાજ માટે આશીર્વાદરૂપ હોવાની વાત કરી.

students-participated-in-various-activities-in-education-readiness-seminar-at-kalasar-of-mahuva-taluk

આ માટે સંવેદના નહિ હોય પરંતુ તે સામે સ્પષ્ટ ચોકસાઈ રહેલ છે. રાવિકૃપા સંસ્થાના સૌજન્ય સહયોગ સાથેની આ સંગોષ્ઠિ ગત શુક્રવારે પ્રારંભ થયેલ છે, જેનું રવિવારે સમાપન થશે.આ ઉપક્રમમાં રહેલ શ્રી સંજયભાઈ કંત્રોડિયાના સંકલન સાથે આજના વક્તવ્ય સાથે કેટલીક લોકશાળા વિદ્યાર્થીઓ દ્વારા તૈયાર થયેલ અંક વિમોચન કરાયા હતા. અહી વિદ્યાર્થીઓ દ્વારા સુંદર ગીતગાન અને સાંસ્કૃતિક કાર્યક્રમો અને પ્રદર્શન નિદર્શન લાભ મળ્યો છે, જેમાં સંસ્થાના નિયામક શ્રી નાગરભાઈ પટેલ, આચાર્ય શ્રી શેફાભાઈ શિયાળ અને કાર્યકર્તાઓના માર્ગદર્શનનો લાભ મળ્યો છે. આજે પત્રકાર કાર્યકર્તા શ્રી મૂકેશ પંડિત જોડાયા હતા. સંચાલનમાં શ્રી જયેશભાઈ ભીલ રહ્યા હતા જ્યારે આભાર વિધિ શ્રી તખુભાઈ ભીલ દ્વારા થઈ હતી. અહી વિદ્યાર્થીઓ સ્થાનિક અને વૈશ્વિક બાબતોમાં કૃત્રિમ બુદ્ધિમત્તા સંદર્ભે પ્રશ્નોત્તરીમાં રસપ્રદ રીતે સામેલ થયા હતા.

Continue Reading
Advertisement
error: Content is protected !!