Sihor
સિહોર હનુમાનધારા સેવા સમિતિ દ્વારા શ્રી હનુમાનજી મહારાજ જન્મોત્સવ નિમિતે દ્વિતીય બ્લડ ડોનેશન કેમ્પ યોજાશે

Pvar
સિહોર હનુમાનધારા સેવા સમિતિ દ્વારા સુપ્રસિદ્ધ હનુમાનધારા મંદિર ખાતે બિરાજમાન હનુમાનજી મહારાજ નો ભવ્ય રીતે જન્મોત્સવ પર્વ ઉજવવા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. ત્યારે હનુમાનજી મહારાજ ના જન્મોત્સવ સાથો સાથ શનિદેવ મહારાજ ,માં અંબાજી માતા મંદિર હોય આ ત્રિવેણી દર્શન નો લાભ ભાવિ ભકતજનો અદ્વિતીય દર્શન નો લાભ મળશે.
ત્યારે શ્રી હનુમાનજી મહારાજ ના જન્મોત્સવ તા.૬/૪/૨૩ ને ગુરુવારે ભાવનગર ઇન્ડીયન રેડક્રોસ સોસાયટી ના સયુંકત ઉપક્રમે શ્રીહનુમાનધારા મંદિર ખાતે ના સંકુલમાં સવારે ૮ કલાક થી રકતદાન કેમ્પ યોજાશે. આ રકતદાન કેમ્પ રક્તદાતા ઓને સન્માનપત્ર, મોમેન્ટથી સન્માનિત કરવામાં આવશે જે અંગે સિહોર ના વિવિધ વિસ્તારો માં આ બ્લડ ડોનેશન કેમ્પ ના બેનરો લગાડવા માં પણ આવ્યા છે.
જેમાં કંસારા બઝાર,મોટા ચોક, સંતકૃપા મેડિકલ,વડલા ચોક મુની પેંડા સહિત સ્થળે રક્તદાતાઓ પોતાના નામ રજીસ્ટ્રેશન કરાવશો તો આ દિવ્ય શ્રી હનુમાનજી મહારાજ ના જન્મોત્સવ માં આવો આપણે સૌ રકતદાન કરીએ અને પુણ્ય નું ભાથું બાંધી એ અને દિવ્ય રકતદાન કેમ્પ મનોરથમાં આપણે સૌ સહભાગી થઈએ શ્રી હનુમાનધારા સેવા સમિતિ બ્લડ ડોનેશન કેમ્પ કમિટી ના કનવિનર હરીશભાઈ પવાર મો.નં 9327642820 રકતદાતા ઓ પણ રજીસ્ટ્રેશન કરાવશો.